મચ્છુ -2 ડેમ 80 ટકા ભરાયો, કાલે છલકાશે!! ગમે ત્યારે દરવાજા ખોલાશે

- text


ડેમમાં 6063 ક્યુસેક પાણીની ધીંગી આવક જોતા હેઠવાસના 32 ગામોને સાવચેત કરાયા

મોરબી : સતત મેઘમહેર ચાલુ રહેતા મોરબી જિલ્લાનો સૌથી મોટો મચ્છુ-2 ડેમ 80 ટકા ભરાઈ ચુક્યો છે અને હાલમાં ડેમમાં 6063 ક્યુસેક પાણીની ધીંગી આવક ચાલુ છે તે જોતા આવતીકાલે સવારે સાંજ સુધીમાં મચ્છુ -2 ડેમ ઓવરફ્લો થવાની શક્યતા સિંચાઈ વિભાગે વ્યક્ત કરી છે. હાલમાં પાણીની આવક જોતા ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ હોય હેઠવાસના 32 ગામોને સાવચેત કરાયા છે.

મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત મેઘકૃપા વરસી રહી છે. ખાસ કરીને વાંકાનેર અને ટંકારા તાલુકામાં વિશેષ મેઘ મહેરને પગલે મોરબી જિલ્લાના સૌથી મોટા મચ્છુ-2 ડેમમાં નવા પાણીની ધીંગી આવક ચાલુ છે. સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં 6063 ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને ડેમ 80 ટકા ભરાઈ ગયો છે તે જોતા આવતીકાલે સવારે અથવા સાંજ સુધીમાં મચ્છુ-2 ડેમ છલકાઈ તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દરમિયાન મચ્છુ-2 જળાશયની હાલની સપાટી 56.32 મીટર સુધી પહોંચી હોવાથી ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવા પડે તેમ હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા મોરબીના અમરેલી, ભડીયાદ, ધરમપુર, ગોર ખીજડીયા, ગુંગણ, જોધપર, જુના સાદુળકા, લીલાપર, માનસર, મોરબી, નારણકા, નવા સાદુળકા, વનાળિયા, વજેપર, માળીયા તાલુકાના બહાદુરગઢ, દેરાળા, ફાટસર, રાસંગપર, સોખડા,અમરનગર સહિતના 32 ગામના લોકોને નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા સાવચેત કરાયા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text