મકાનની દિવાલ બાબતે પાડોશીઓ વચ્ચે બઘડાટી : સામસામી ફરિયાદ

- text


મોરબીના મહેન્દ્રનગર આઇ.ટી.આઇ.ની પાસે મારામારીની ઘટના

મોરબી : મોરબીના મહેન્દ્રનગર નજીક આઇ.ટી.આઇ.ની પાસે મકાનની દિવાલ બાબતે બે પાડોશીઓ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી અને બન્ને પાડોશીઓએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી છે. બી ડિવિઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી આ મારામારીની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-રમાં આવેલ મહેન્દ્રનગરમાં રહેતા નવીનભાઇ મીઠાભાઇ મકવાણા (ઉવ-૩૭) એ તેમના પાડોશમાં રહેતા વિનોદભાઇ નાનજીભાઇ ચાવડા, ચિરાગભાઇ નાનજીભાઇ ચાવડા, રમીલાબેન નાનજીભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨૮ ના રોજ બપોરના દોઢ-બે વાગ્યાની આસપાસે મહેન્દ્રનગર આઇ.ટી.આઇ.ની સામે નવીનભાઇ મીઠાભાઇના રહેણાક મકાનની બહાર શેરીમા ફરીયાદી તથા આરોપીના મકાનની દિવાલ બાબતે આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ઢીકાપાટુનો માર મારી તથા છુટા પથ્થરનો ઘા કરી તથા જાનથી મારી નાખવાની ધમકી આપીને પાવડાનો લાકડાના હાથા વડે મુંઢ ઇજાઓ પહોચાડી હતી.

- text

સામા પક્ષે રમીલાબેન નાનજીભાઇ ચાવડા (ઉવ-૪૬) એ આરોપીઓ નવીનભાઇ મીઠાભાઇ મકવાણા, સવિતાબેન નવીનભાઇ મકવાણા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા આરોપીઓના મકાનની દિવાલ બાબતે સાહેદો સમજાવવા જતા આરોપીઓએ સાહેદોને બેફામ ગાળો બોલીને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપીને લાકડી વડે સાહેદને મારવા જતા ફરીયાદી આડા પડતા ફરીયાદીને ગાલ પર તથા જમણા હાથના બાવળા પર મુંઢ ઇજાઓ તથા સાહેદોને ઢીકાપાટુ મારમારી મુંઢ ઇજા પહોચાડી હતી.પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text