મચ્છુ-1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં

- text


ઉપરવાસમાં વરસાદને પગલે મચ્છુ-1 ડેમમાં ધીંગી આવક 

હેઠવાસના ગામોને એલર્ટ કરાયા

વાંકાનેર : ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વાંકાનેર પંથકની જીવાદોરી ગણાતા મચ્છુ 1 ડેમમાં પાણીની જંગી આવક થઈ છે. આ ડેમની કુલ સપાટી 47.25 ફુટે પહોંચી છે તેમજ હાલ ડેમમાં 25,000 ક્યુસેક કરતા વધુ પાણીની આવક થઇ રહી છે. પાણીની જોરદાર અવકને લીધે આ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે.

ચોટીલા પંથક સહિત ઉપરવાસમાં ગતરાત્રે ભારે વરસાદ પડ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ગતરાત્રીથી વાંકાનેરના મચ્છુ-1 ડેમમાં જોરદાર પાણીની આવક શરૂ થઈ હતી અને આ ડેમમાં હજુ પણ ભરપૂર પાણીની આવક ચાલુ છે. આથી મચ્છુ 1 ડેમની સપાટીમાં 4.25 ફુટ જેટલો વધારો થતાં હાલ ડેમની સપાટી 47.25 ફુટે પહોંચી છે. ત્યારે હાલ મચ્છુ-1 ડેમ ઓવરફ્લો થવામાં સવા બુકનું છેટું છે.અને 15 હજાર કયુસેક પાણીની આવક છે. તે જોતા આ ડેમ બપોર સુધીમાં ઓવરફ્લો થવાની શક્યતા છે. આથી આ ડેમના હેઠવાસના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટ્ટમાં અવરજવર પર મનાઈ ફરમાવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text