મંદિરના ઓટા ઉપર સુવા બાબતે બે શખ્સોએ યુવાનનું માથું ફાડી નાખ્યું

- text


મોરબીના નજરબાગ સામે આવેલ મેલડી માતાજીના મંદિર નજીકની ઘટના

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ પાસે આવેલ મેલડી માતાજીના મંદિરના ઓટા ઉપર સુવા મામલે બે શખ્સોએ એક સંપ કરી યુવાનને લાકડીઓ ફટકારી માથામાં ફેક્ચર કરી આંખ ઉપર ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકેથી બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ નજરબાગ સામે આવેલ મેલડી માતાના મંદિર પરિસરના ઓટા ઉપર સુવા મામલે રમેશભાઇ કરસનભાઇ પરમાર (ઉ.વ-૩૦, રહે. નજરબાગની સામે, ફિલ્ટર હાઉસની બાજુમા, મુળગામ-જંગી ગામ, તા-ભચાઉ, જી-કચ્છ-ભુજ) ને આરોપી રણજીતભાઇ લાલજીભાઇ કોળી (રહે. લીલાપર રોડ, ખડીયાવાસ) અને લલીતભાઇ કોળી (રહે.ભડીયાદ રોડ)એ ગત તા.23ના રોજ રાત્રીના સમયે મારામારી કરી આંખના ભાગે ઇજા પહોંચાડવા ઉપરાંત માથાના ભાગે લાકડી ઝીકી દેતા માથામાં ફેક્ચર થયું હતું.

- text

આ બનાવ અંગે ફરિયાદી રમેશભાઈએ બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધ આઈ.પી.સી. કલમ-૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪ તથા જી.પી.એકટ ક-૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text