મોરબી જિલ્લામાં તલાટીઓ ઉપર તંત્રની તવાઈ

- text


બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી પુરી હોય તો જ પગાર ચૂકવવા જનરલ બોર્ડમાં દરખાસ્ત

મોરબી : મોરબી જિલ્લામાં ફરજ બજાવતા તમામ તલાટી કમ મંત્રીઓ માટે જિલ્લા પંચાયતના ભાજપના શાસકોએ આજે કઠોર નિર્ણય કરી બાયોમેટ્રિક હાજરી ફરજીયાત બનાવવા ઇન્ચાર્જ પ્રમુખ દ્વારા દરખાસ્ત કરી પગાર સમયે બાયોમેટ્રિક હાજરી ધ્યાને લેવા ફરમાન કરતા જિલ્લાના તલાટી કમ મંત્રીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

એક તરફ સમગ્ર રાજ્યના તલાટી કમ મંત્રીઓ દ્વારા સરકાર સામે લડતનું રણશિંગુ ફૂંકી કાળી પટ્ટી ધારણ કરી સરકારના સત્તાવાર વોટ્સએપ ગ્રુપમાંથી રીમુવ થઈ પેન ડાઉન કરી છે તેવા સમયે જ મોરબી જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ પ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલાએ આજે મળેલી સાધારણ સભામાં પ્રમુખ સ્થાનેથી દરખાસ્ત રજુ કરી તમામ તલાટીઓ માટે બાયોમેટ્રિક હાજરી ફરજીયાત બનાવી અને પગાર સમયે બાયોમેટ્રિક હાજરી ધ્યાને લેવા ફરમાન કર્યું છે.

- text

બીજી તરફ મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળના સેક્રેટરી બી.જે.કાસુન્દ્રાએ ભાજપના શાસકોના આ નિર્ણય સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજ્યભરના તલાટીઓ બાયોમેટ્રિક હાજરી પ્રશ્ને આજે લડત ચલાવી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે એક એક તલાટીને ત્રણ ત્રણ ગામની જવાબદારી સોંપવામાં આવી છે તો કી ગ્રામ પંચાયતમાં હાજરી પૂર્વી એક ગામમાં હોય ત્યારે સ્વાભાવિક રીતે એ તલાટી હાજરી પૂર્વ પોતાની મૂળ પંચાયતે જઈ શકતો નથી. બીજી બાજુ મોટાભાગના તલાટીઓ પાસે કામનું અતિશય ભારણ છે. જિલ્લા મથકે અને તાલુકા મથકે વારંવાર બોલાવવામાં આવે ત્યારે ગ્રામ પંચાયતે હાજરી કેમ પૂર્વ જવું તેવા સવાલોના જવાબ તંત્ર આપી શકતું નથી.

ઉલ્લેખનીય છે કે મોટાભાગના ગામડાઓમાં કનેક્ટિવિટી અને નેટવર્કનો પ્રોબ્લેમ છે તો નેટ જ ન આવતું હોય તેવા ગામમાં બાયોમેટ્રિક હાજરી કેમ પુરવી તેવો સવાલ ઉઠાવી તલાટી કમ મંત્રી મોરબી જિલ્લા મંડળના સેક્રેટરી બી.જે.કાસુન્દ્રાએ તલાટીઓને ગામડે ગામડે ફિલ્ડ વર્કના કામો હોય તેવામાં બાયોમેટ્રિક હાજરી પુરાવી અશક્ય હોવાનું જણાવ્યું હતું.

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text