મેઇડ ઇન રાજકોટ!! દેશીદારૂ સાથેની રીક્ષા વાંકાનેરમાં ઝડપાઇ

- text


વાંકાનેર પોલીસે રિક્ષા ચાલકને ઝડપી લઈ 1.02 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

દારૂ સપ્લાયર ફરાર જાહેર

વાંકાનેર : વાંકાનેરના હસનપર ગામે ખોડીયાર હોટેલ સામેથી પોલીસે મેઇડ ઇન રાજકોટ દેશીદારૂ ભરેલી રીક્ષા સાથે દારૂ સપ્લાય કરવા આવેલા રિક્ષાચાલકને ઝડપી લઈ 1.02 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દેશીદારૂ મોકલનાર રાજકોટના શખ્સને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે હસનપર ગામે ખોડીયાર હોટેલ સામેથી સી.એન.જી રીક્ષા નંબર GJ 03 BX 0913, કિંમત રૂ. ૧૦૦,૦૦૦ વાળી અટકાવી તલાશી લેતા રીક્ષા ચાલક મહેશભાઇ દેવજીભાઇ ખીમસુરીયા, રહે.રાજકોટ,નવા થોરાળા,શેરી નં.૭ વાળાના કબ્જામાંથી પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ ભરેલ બાચકા નંગ-૨માં દેશી દારૂ લીટર ૧૦૦ કીરૂ. ૨૦૦૦ મળી આવ્યો હતો.

- text

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો આ જથ્થો રાહુલભાઇ ધીરૂધાઇ દેવીપુજક રહે.જારીયા તા.જી.રાજકોટ વાળાએ મોકલ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે રીક્ષા ચાલકને કોવિડ રિપોર્ટ કરાવી અટકાયતમાં લેવા કાર્યવાહી કરવાની સાથે મુખ્ય સપ્લાયરને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text