કાળા કાગળમાંથી ચલણી નોટ બનાવી આપવાની લાલચે લોકોને લુંટતી ત્રિપુટી ઝડપાઇ

- text


માળીયા મિયાણા પોલીસે ગણતરીની કલાકોમાં એકના ડબલનો ભેદ ઉકેલી શેમ્પુ, પાવડર સહિતના છેતરપીંડી મસાલા સાથે ત્રણેયને દબોચી લીધા

મોરબી : લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ ઉક્તિ મુજબ લોકોને નાણાં એકના ડબલ કરી આપવાની લાલચ આપતી ટોળકી મોરબી જિલ્લામાં સક્રિય બની હોય અને બે દિવસ પૂર્વે માળિયામાં આવા જ એક કિસ્સામાં એક વ્યક્તિને એક લાખના શીશામાં ઉતારી દેવાતા માળીયા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આ ઠગ ત્રિપુટીને ઝડપી લીધી છે. આ ઠગ ત્રિપુટી લોકોને કાળા કલરના કાગળમાંથી કેમિકલ અને શેમ્પુ વડે અસલી ચલણી નોટ બનાવી આપતી હોવાની લાલચ આપી છેતરપિંડી કરતી હોવાની કબૂલાત આપી છે.

એક કા ડબલની લાલચ આપી લોકોને લુંટતી ત્રિપુટી ઝડપાઇ તેના વિડિઓ ન્યુઝ જુઓ..

માળીયા પોલીસ મથકમાં બે દિવસ પૂર્વે નોંધાયેલ એક કા ડબલના ગુન્હાના કામે પોલીસ ટીમે બાતમીદારોને કામે લગાડતા આ ઠગ ટોળકી શિકારની શોધમાં સામખિયાળી તરફથી મોરબી તરફ આવી રહી હોવાની બાતમીને પગલે માળીયા પોલીસે વોચ ગોઠવી હરીપર ગામના બ્રિજ નજીકથી મારુતિ એસએક્સ ફોર કારમાંથી એકના ડબલ પૈસા કરી આપતી ત્રિપુટીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.

પોલીસના હાથે ઝડપાયેલ મૂળ સુરજબારી માળીયા અને હાલમાં અંજાર રહેતા ગુલામભાઇ ઉમરભાઈ બુચડ લાઈટ ફિટિંગનો ધંધો કરવાની સાથે નાની ચીરઇ ગામના રીક્ષા ડ્રાઇવર જુમાભાઈ અયુબભાઇ કોરેજા અને ભચાઉ કચ્છના વિરલભાઈ મદનભાઈ શર્મા સાથે મળી લોકોને છેતરવા માટે એકના ડબલ પૈસા કરી આપવાની લાલચ આપી અગાઉ સાચી ચલણી નોટ ઉપર કાળો કલર લગાવી બાદમાં લાલચુ શિકાર મળે ત્યારે આ કલરવાળી નોટને શેમ્પુ વડે ધોઈ સાચી હોવાનો દેખાડો કરતા હતા.

બાદમાં જયારે કોઈ મુરઘો સપડાય ત્યારે કાળા કલરના કાગળ ધાબડી સાચી ચલણી નોટો લઈને ફરાર થી જતા હતા આ જ મોડેસ ઓપરેન્ડીથી માળિયામાં એક વ્યક્તિને એક લાખના શીશામાં ઉતારી દીધા હોવાનું ત્રિપુટીએ કબૂલાતમાં જણાવ્યું હતું.

- text

પોલીસે આ ઠગ ત્રિપુટીના કબ્જામાંથી મારુતિ સુઝુકી એસએક્સ ફોર ગાડી, સફેદ કલરના પાઉડરનું પેકેટ, 6 મોબાઈલ ફોન, એક લાખ રૂપિયા રોકડા, કાચની બે ખાલી બરણી, પ્રવાહી ભરેલી કાચની બરણી, રૂ, કાળા કલરના કાગળના બે પેકેટ, સેલોટેપના ત્રણ રોલ, એશિયન પેન્ટની ડબ્બી સહિતનો મુદામાલ કબ્જે કરી આ ઠગ ટોળકીએ અન્ય કોઈ લોકોને લુંટાયાછે કે કેમ તે ડીશમાં તપાસ કરવા આરોપીઓની રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજુ કરવા કાર્યવાહી શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text