અંતે આગ બુઝાવવા ક્વોલિફાય સ્ટાફ મળ્યો : મોરબી ફાયર બ્રિગેડમાં ફાયર ઓફિસર સહિત 16ની ભરતી

- text


ફાયર બ્રિગ્રેડમાં બિન અનુભવી સ્ટાફની બાદબાકી, હવે સામાકાંઠે ઝડપથી નવું ફાયર સ્ટેશન બનાવવાની તાતી જરૂરિયાત

મોરબી : આગની દુર્ઘટનાને પહોંચી વળવા માટે મુખ્ય ઇમરજન્સી સેવા કહી શકાય એવા મોરબીના ફાયર બ્રિગ્રેડની વર્ષોથી કંગાળ હાલત હતી. ટાંચાના સાધનો અને બિન અનુભવી તેમજ કોન્ટ્રાક્ટ બેઇઝના સ્ટાફથી આ ફાયર સેવા ખોડંગાતી હતી. જેના કારણે આગની ઘટનાઓમાં મોટું નુકસાન થતું. ત્યારે હવે મોરબી ફાયર બ્રિગ્રેડની આવી કંગાળ હાલત હવે ભૂતકાળ બની ગઈ છે. જેમાં ફાયર બ્રિગ્રેડનું એકદમ નવું સેટઅપ ઉભું કરાયું છે. ફાયર ઓફિસર સહિતના ક્વોલિફાઇડ સ્ટાફની નિમણુંક કરતા હવે બિન અનુભવી સ્ટાફની બાદબાકી થઈ ગઈ છે.પણ હવે સામાકાંઠે ઝડપથી નવું ફાયર સ્ટેશન બનાવવાની તાતી જરૂરિયાત છે.

મોરબીનો છેલ્લા બે દાયકામાં ઉતરોતર અભૂતપૂર્વ વિકાસ થયો છે. જેમાં ખાસ કરીને શહેર સિમેન્ટ કોક્રેટનું જંગલ બની ગયું હોય એ રીતે શહેરભરમાં અને આસપાસના બહુમાળી ઇમારતો બની ગઈ છે. આવા વિકાસ સામે મોરબીનું ફાયર બ્રિગ્રેડ જૂની પુરાણી પદ્ધતિમાંથી ઊંચું આવ્યું ન હતું.ખાસ કરીને શહેરમાં અસંખ્ય બહુમાળી ઇમારતો સામે ફાયર બ્રિગ્રેડ અસક્ષમ હતું. ટાંચાના સાધનો અને બિન અનુભવી ગેરેજ સ્ટાફ તેમજ અન્ય કોન્ટ્રાક્ટ બેઇઝ સ્ટાફને કારણે આગની મોટી દુર્ઘટનાઓને પહોંચી વળવા ફાયર બ્રિગ્રેડ ટૂંકું પડતું હતું. પણ હવે મોરબી ફાયર બ્રિગ્રેડ વિભાગનું નવું સેટઅપ ઉભું કરવામાં આવ્યું છે.

- text

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં રાજ્યમાં જે જગ્યાએ ફાયર બ્રિગ્રેડમાં ફાયર ઓફિસર સહિતનો સ્ટાફ ઘટતો હોય ત્યાં નવા સ્ટાફની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી ફાયર બ્રિગ્રેડમાં ફાયર ઓફિસર સહિતનો ક્વોલિફાઇડ સ્ટાફ લાંબા સમયથી ન હોવાથી મોરબી ફાયર બ્રિગ્રેડમાં ફાયર ઓફિસર સહિત 16 જેટલી ખાલી જગ્યાએ નવા સ્ટાફના ભરતી કરવામાં આવી છે. આ માટે લેખિત અને મૌખિક પરીક્ષા લેવામાં આવી હતી અને બાદમાં ગત તા.4 ના રોજ સ્થળ પસંદગીનો કેમ્પ યોજાયો હતો.જેમાં મોરબી ફાયર બ્રિગ્રેડમાં એક સબ ફાયર ઓફિસર, એક વાયરલેસ ઓફિસર, એક લીડીગ ફાયરમેન, ત્રણ ડ્રાઇવર કમ ઓપરેટર, 10 ફાયરમેન કમ ડ્રાઇવરની નિમણુંક કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત ડિવિઝનલ ફાયર ઓફિસર, મહિલા ફાયરમેન કમ ડ્રાઇવરની ખાલી જગ્યા પર કોઈ આવ્યું ન હોવાથી આ જગ્યાઓ ખાલી રહી છે. હવે મોરબી પાસે પણ ફાયરનો ક્વોલિફાઇડ સ્ટાફ ઉપલબ્ધ છે. આથી, બિન અનુભવી ગેરેજના સ્ટાફ તેમજ કોન્ટ્રાક્ટ બેઇઝ પરના સ્ટાફની બાદબાકી થઈ ગઈ છે. આથી, ઝડપથી નવું ફાયર સ્ટેશન બને તે જરૂરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text