મોરબી ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટીમ માટે 19મીએ પસંદગી કેમ્પ યોજાશે

- text


ઓક્ટોબરમાં યોજાનાર ફૂટબોલ સ્પર્ધા માટે જિલ્લાના સિનિયર ભાઈઓની ટીમની 19 સપ્ટેમ્બરે પસંદગી

મોરબી : મોરબી જિલ્લાના રમતવીરોને ડિસ્ટ્રીક્ટ લેવલની ફૂટબોલ સ્પર્ધામાં ચમકવાની તક મળી છે. જેમાં ઓક્ટોબરમાં યોજાનાર ફૂટબોલ સ્પર્ધા માટે જિલ્લાના સિનિયર ભાઈઓની ટીમની 19 સપ્ટેમ્બરે પસંદગી થનાર છે. આથી સિલેક્શનની ટ્રાયલ માટે ફૂટબોલમાં માહિર ખેલાડીઓને ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

સિનિયર ડિસ્ટ્રીક્ટ ભાઈઓની ફૂટબોલ સ્પર્ધા આગામી ઓક્ટોબર માસમાં રાજકોટમા રમાવવાની છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લા ફૂટબોલ એસોસિએશન દ્વારા મોરબી જિલ્લાની સિનિયર ભાઈઓની ફૂટબોલ ટીમનુ સિલેક્શનની ટ્રાયલ 19 સપ્ટેમ્બર 2021ને રવિવારે સવારે 9 કલાકે ગ્રિન વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ ( ફૂટબોલ ગ્રાઉન્ડ) લજાઈ ચોકડી, લજાઈ , ટંકારા ખાતે થશે.

- text

ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લેવા માટે મોરબી જિલ્લાના કોઈ પણ ફૂટબોલ ખેલાડીઓ કે જેઓ ૩૧- ડિસેમ્બર- ૨૦૦૪ અથવા તેની પહેલાં જન્મેલા હોય તેવા ખેલાડીઓ આ સિલેક્શન ટ્રાયલમા ભાગ લઈ શક્શે. (આધાર કાર્ડ સાથે રાખવુ) અને પુરી ફૂટબોલ કીટ સાથે હાજર રહેવુ. આગામી સ્પર્ધા માટે સિલેક્ટ થયા બાદ મોરબી જિલ્લા ફૂટબોલ એસોસિએશન દ્વારા રાખવામાં આવનાર ફૂટબોલ કેમ્પમાં ભાગ લેવો જરૂરી છે.

સિલેક્શન ટ્રાયલ માટે નીચે આપેલ નંબર પર વધુ માહિતી શકાશે.

મુસ્તાક સુમરા- 99241 92926
અમિત શિયાળિયા- 70164 73457


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text