મોરબીમાં રૂ.5.43 કરોડના ખર્ચે બનશે અદ્યતન બસ સ્ટેન્ડ

- text


હાલ જર્જરિત નવા બસ સ્ટેન્ડના બિલ્ડીંગને તોડી પાડી નવેસરથી બે માળના બિલ્ડીંગને બનાવવાની કવાયત

નવા બસ સ્ટેન્ડમાં 15 પ્લેટફોર્મ, 25 શોપ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઈટિંગ હોલ, કેન્ટીન સહિતની મોટાભાગની સુવિધાઓ હશે

મોરબી : મોરબીનું નવુ બસ સ્ટેન્ડ હવે આગામી સમયમાં અદ્યતન આધુનિક સુવિધાઓ સાથે નવા રંગ-રૂપમાં જોવા મળશે. સરકારે મંજૂરી આપ્યા બાદ હવે રૂ.5. 43 કરોડના ખર્ચે મોરબીના નવા બસ સ્ટેન્ડનું નવ નિર્માણનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. હાલ જર્જરિત નવા બસ સ્ટેન્ડના બિલ્ડીંગને તોડી પાડી નવેસરથી બે માળના બિલ્ડીંગને બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ નવા બસ સ્ટેન્ડમાં 15 પ્લેટફોર્મ, 25 શોપ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટિંગ હોલ, કેન્ટીન સહિતની મોટાભાગની સુવિધાઓ હશે.

મોરબીનું નવું બસ સ્ટેન્ડ ઘણા સમયથી જર્જરિત હોવાથી જોખમી બની ગયું હતું. આથી અગાઉ રાજ્ય સરકારે મોરબીના નવા બસ સ્ટેન્ડને નવેસરથી નવું બનાવવાની જાહેરાત કરી હતી અને નવું બસ સ્ટેન્ડ બનાવવા માટે ગ્રાન્ટ પણ મંજૂર કરી દીધી હતી. આથી થોડા સમય પહેલા આ નવા બસ સ્ટેન્ડનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું અને હવે નવું બસ બસ સ્ટેન્ડ બનાવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં બસ સ્ટેન્ડના બિલ્ડીંગને તોડી પાડવામાં આવ્યું છે. આ નવું બસ સ્ટેન્ડ નવી ડિઝાઇનમાં બે માળનું બિલ્ડીંગ બનશે. મોરબીની ઐતિહાસિક ઇમારતોને અનુરૂપ જ આ બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવશે.

- text

મોરબી ડેપો હસ્તકની હાલ 55 જેટલી એસટી બસ છે. જેમાંથી સૌથી વધુ બસ રાજકોટ, જામનગર અને દાહોદ રૂટ ઉપર દોડે છે. મોરબીથી રાજકોટની લોકલ અને ઇન્ટરસીટી મળીને 108 બસ, જામનગરની 20 અને દાહોદની 40 બસો અવરજવર કરે છે. દરરોજના આશરે 300 જેટલી ટ્રીપમાં 2 હજાર જેટલા મુસાફરો લાભ લે છે. આ બસ સ્ટેન્ડ બે વર્ષમાં નવું તૈયાર થઈ જશે અને આ બસ સ્ટેન્ડમાં 15 પ્લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા અને વેઇટિંગ રૂમ, રિઝર્વેશન રૂમ, સ્ટુન્ડ પાસની અલગ વ્યવસ્થા, ડેપો મેનેજરનો રૂમ, કંટ્રોલ રૂમ, સ્ટેન્ડ ઈન્ચાર્જ રૂમ, એડમીન ઓફીસ, વી.આઇ.પી. વેઈટીંગ લોન્જ, વોટર રૂમ, કેન્ટીન, લેડીઝ રેસ્ટ રૂમ, પાર્કિગ, શૌચાલય, ગેરેજ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text