गजानना, गनराया : લોભાસુરે લડ્યા વિના ગજાનન સામે શરણાગતિ સ્વીકારી

- text


જેમ ભગવાન વિષ્ણુ અને મહાદેવ શિવના ઘણા અવતાર છે, તેમ ગણોના અધિપતિ ગણેશના પણ આઠ અવતાર છે. આ આઠ અવતાર ગણપતિ દ્વારા દરેક યુગમાં જન્મેલા રાક્ષસોનો નાશ કરવા માટે લેવામાં આવ્યા હતા. વાસ્તવમાં, આ આઠ અવતારો ગણેશ દ્વારા લોકોને આઠ પ્રકારની આત્મ-વિનાશકારી આદતો કામ, ક્રોધ, મદ, લોભ, મત્સર, મોહ, અહંકાર અને અજ્ઞાનથી બચાવવા માટે લેવામાં આવ્યા હતા તેમ કહી શકાય.

ગજ એટલે હાથી તેમજ આનન એટલે મુખ. આમ, ગજાનનનો અર્થ થાય છે ‘હાથીના મુખ સાથેના દેવ’. લોભ બીજા અન્ય ઘણા દુર્ગુણો તરફ દોરી જાય છે. આથી, ભગવાન ગણેશે વિશ્વને લોભથી મુક્ત કરવા માટે અવતાર લીધો હતો. ત્યારે ગણેશ મહોત્સવના પાંચમા દિવસે ગણેશજીના ચોથા અવતાર ગજાનનના અવતારની પૌરાણિક કથા જાણીએ.

- text

એકવાર ધનરાજ કુબેર ભગવાન શિવ-પાર્વતીના દર્શન કરવા કૈલાસ પર્વત પર પહોંચ્યા. પાર્વતીને ત્યાં જોઇને કુબેર મનમાં કામ જાગી ગયો. લોભાસુરનો જન્મ એ જ લોભથી થયો હતો. તે શુક્રચાર્યના આશ્રયમાં ગયો અને શુક્રાચાર્યના આદેશથી શિવની ઉપાસના શરૂ કરી. શિવ લોભાસુરના તપથી પ્રસન્ન થયા. ભોળાનાથે લોભાસુરને સૌથી વધુ નિર્ભય હોવાનું વરદાન આપ્યું. આ પછી લોભાસુરે દેવોનું રાજ્ય કબ્જે કર્યું. ત્યારે દેવોના ગુરુએ બધા દેવોને ગણેશની પૂજા કરવાની સલાહ આપી. ગણેશ ગજાનનના રૂપમાં અવતર્યા અને દેવતાઓને વરદાન આપ્યું કે હું લોભાસુરને હરાવીશ. ગણેશે લોભાસુરને યુદ્ધ માટે લલકાર્યા. ત્યારે શુક્રચાર્યની સલાહથી લોભાસુર લડ્યા વિના તેમની હાર સ્વીકારી શરણાગત થયો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text