ડેમી-1 ઓવરફલો થવાની શક્યતા, હેઠવાસના ગામોમાં એલર્ટ

- text


ટંકારા : ટંકારામાં આવેલ ડેમી-1 ઓવરફલો થવાની શક્યતા છે. જેથી, હેઠવાસના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ટંકારાના મિતાણા ગામ પાસે આવેલ ડેમી-1 ડેમની સંગ્રહશક્તિના 90.25% ડેમ ભરાય ગયેલ છે. તેમજ ડેમની ઉપરવાસની પાણીની આવક ચાલું છે, તો ગમે ત્યારે ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. આથી, ડેમના નીચવાસના ગામો જેવા કે મિતાણા, હરિપર, ભુતકોટડા, હરબટીયાળી, ટંકારા, ધ્રુવનગર અને રાજાવડના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોરઢાંકરને નદીના પટમાં ન જવા દેવા અને સાવચેત રહેવા સેક્શન ઓફિસર દ્વારા યાદીમાં સુચના આપવામાં આવેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text