જુના દેવળીયા PHC હેઠળના ગામોમાં ટી.બી. અંગે સર્વે શરૂ

- text


ટી.બી.ના દર્દીઓ શોધી વિનામૂલ્યે નિદાન-સારવાર કરાશે

હળવદ : હળવદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – જુના દેવળીયા હેઠળ આવતા ગામોમાં ડોર ટુ ડોર ટી.બી. અંગેનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ટી.બી.ના દર્દીઓ શોધી તેનું વિનામૂલ્યે નિદાન-સારવાર કરવામાં આવશે.

ભારત સરકારના સંકલ્પ “ટી.બી. હારેગા, દેશ જીતેગા”ને સાર્થક કરવાના ભાગરૂપે હળવદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – જુના દેવળીયા હેઠળ આવતા ગામોમાં આજથી શરૂ થતાં ACF સર્વે અંતર્ગત ડોર ટુ ડોર ફરીને આરોગ્ય કર્મચારીઓ દ્વારા ટી.બી.ના દર્દીઓને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે તેમજ લોકોને અપીલ કરવામાં આવેલ છે કે લોકો સામે ચાલીને ટીબીનું નિદાન કરાવે અને લોકભાગીદારીથી સૌ સાથે મળીને સરકારના સંકલ્પને સાર્થક કરીએ અને સમાજને ટી.બી.મુક્ત કરીએ.

ઉલ્લેખનીય છે કે ટી.બી.માં એક અઠવાડિયાથી વધુ સમય ઉધરસ સાથે કફ આવવો, વજનમાં ઘટાડો થવો, ભૂખ ના લાગવી, કફમાં લોહી પડવું, 10 દિવસથી તાવ સાથે છાતીમાં દુ:ખાવો થવો સહિતના લક્ષણો જોવા મળે તો તદન ફ્રીમાં ટી.બી.નુ નિદાન તથા સારવાર આપવામાં આવશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text