હળવદ જૂની જોગડ ગામે બેવડી હત્યા મામલે પાંચ વિરુદ્ધ સામસામી ફરિયાદ

- text


એક પક્ષે એક આરોપી અને બીજા પક્ષે ચાર શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધાયો

હળવદ : હળવદ તાલુકામાં જૂની જોગડ ગામે ગઈકાલે ભેંસ ચારવા જેવી નજીવી બાબતે બબ્બે લોથ ઢળ્યા બાદ આ બેવડી હત્યાના બનાવમાં એક પક્ષે એક આરોપી અને બીજા પક્ષે ચાર આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.

જૂની જોગડ ગામે ભેંસ ચરાવવા મામલે થયેલા ઝઘડામાં રાઘુભાઈ બચુભાઈ મુલડીયાની હત્યા થતા તેમના નાનાભાઈ, ભીમજીભાઇ બચુભાઇ મુલાડીયાએ નવઘણભાઇ સીધાભાઇ કોળી રહે.જુની જોગડ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આરોપી નવઘણે લાકડાના ધોકા વડે માથામા તથા ડાબા કાન ઉપર તથા શરીરના અન્ય ભાગે આડેધડ માર મારી જીવલેણ ગંભીર ઇજાઓ કરી મોત નીપજાવ્યુ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો.કલમ-૩૦૨, તથા જી.પી.એકટ-૧૩૫ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.

બીજી તરફ સામાપક્ષે નવઘણભાઈનું મૃત્યુ નીપજ્યું હોય તેમના નાનાભાઈ, પ્રહલાદભાઇ સીંધાભાઇ જીજવાડીયાએ આરોપી (૧) સુનીલ રણજીત (૨) વિશાલ રણજીત (૩) હરેશ ભીમજી તથા (૪) જયદીપ દીનેશ રહે બધા રામેશ્વર જોગડ વાળાએ રાઘુભાઈની હત્યાનો ખાર રાખી નવઘણ (ઉ.વ.૩૫)ને લાકડીના આડેધડ ઘા ઝીકી હત્યા નિપજાવી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ-૩૦૨,૧૧૪ તથા જી.પી.એકટ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

ઉલ્લેખનીય છે કે, નાના એવા જૂની જોગડ ગામે બેવડી હત્યાના બનવાને પગલે ગઈકાલે ડીવાય.એસ.પી. એલ.સી.બી. સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text