જાહેરમાં લઘુશંકા કરવા મામલે ત્રણ શખ્સો તૂટી પડ્યા : બે ઇજાગ્રસ્ત

- text


હળવદ તાલુકાના રણછોડગઢ ગામનો બનાવ

હળવદ : હળવદ તાલુકાના રણછોડગઢ ગામે જાહેરમાં લઘુશંકા કરનાર વ્યક્તિ ઉપર ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કરી ઝઘડામાં વચ્ચે પડેલ મહિલાના માથામાં પણ આરોપીઓએ લોખંડનો પાઇપ ફટકારી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના રણછોડગઢ ગામે રહેતા અને ખેતી કરતા રમેશભાઇ ધનુભાઇ દલસાણીયા, ઉ.વ.૪૬ જાહેરમાં રોડ ઉપર લઘુશંકા કરતા હોય આરોપી (૧) અજીતભાઇ પ્રેમજીભાઇ વાવેચા (૨) પ્રેમજીભાઇ મુળજીભાઇ વાવેચા અને (૩) ભાવુભાઇ મુળજીભાઇએ જેમ ફાવે તેમ ગાળો દઈ એક સંપ કરી લોખંડના પાઇપ વડે હુમલો કરતા હેમીબેન સુખાભાઇ નામના મહિલા વચ્ચે પડયા હતા. જેથી આરોપીઓએ તેમને પણ માથાના ભાગે પાઇપ ફટકારી દઈ જીવલેણ હુમલો કરી જાનથી પતાવી દેવાની ધમકી આપતા આ મામલે રમેશભાઈએ તમામ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.

- text

જેને પગલે હળવદ પોલીસે ત્રણે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text