હળવદ ખાતે ભારતના પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ડો. જે.જે. રાવલનો સેમિનાર યોજાયો

- text


આધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કરી બાળકોને સહજ સમજ આપી

હળવદ : દેશના પ્રખ્યાત ખગોળ શાસ્ત્રી જે.જે.રાવલ માતૃભૂમિ હળવદની મુલાકાતે આવ્યા હતા અને અહીંની તક્ષશિલા વિદ્યાલયમાં એક સેમિનાર યોજી ડો. રાવલે આધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય સાધતા કૃષ્ણે જેમ રાસ રમીને પરિભ્રમણનું મહત્વ સમજાવ્યું તેમ સૌર પરિવાર પણ સૂર્યને પરિભ્રમણનું મહત્વ સમજાવતા હોવાનું સરળ શૈલીમાં જણાવ્યું હતું

હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં ભારતના પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ડો. જે.જે. રાવલનુ વ્યાખ્યાન અને સૌરમંડળ અંગે સેમિનાર યોજાયો હતો. જેમાં ડો. જે.જે.રાવલે ભારતીય સંસ્કૃતિના વેદ ઉપનિષદના મંત્રો અને વિજ્ઞાનના સિદ્ધાંતોનું તુલનાત્મક વિષયવસ્તુ સમજાવ્યું હતું. ખગોળશાસ્ત્રમાં ગુજરાતમાં આવેલ ઇસરોના યોગદાન વિશે પણ બાળકોને અને વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે ખગોળશાસ્ત્રી ડો.જે.જે રાવલની જન્મભૂમિ પણ હળવદ જ છે અને આજે ૭૮ વર્ષે પણ યુવાનોને શરમાવે તેવા ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય સાથે પીપીટી સાથે ખડેપગે વક્તવ્ય આપે છે. આ સેમિનારમાં તેમને આકાશગંગા અને તારામંડળની ડોક્યુમેન્ટરી દ્વારા વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન આપ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text