શિક્ષક દિને હળવદ મેરૂપર પ્રાથમિક શાળાના શિક્ષકનું બહુમાન

- text


હળવદ : હળવદ તાલુકાના મેરૂપર પે. સેન્ટર શાળા ખાતે સી. આર. સી., એસ.એમ.સી.અને ગ્રામ પંચાયત દ્વારા શિક્ષક વંદના અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમા શ્રેષ્ઠ શિક્ષક તરીકે ધર્મેન્દ્ર ભુંભરીયાનુ સન્માન કરવામાં આવ્યું હતું.

હળવદ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે મેરૂપર પે. સેન્ટર શાળાના ધર્મેન્દ્ર લાલજીભાઈ ભુંભરીયાની પસંદગી થતાં શિક્ષક દિવસની પૂર્વ સંધ્યાએ એસ.એમ.સી., ગામ પંચાયત, શાળા પરિવાર મેરૂપર તથા પ્રાથમિક આચાર્ય સંઘ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો જેમા શ્રેષ્ઠ શિક્ષકને સારસ્વત સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે નગરજનો અને વિદ્યાર્થી મિત્રોએ પણ શિક્ષકને શુભેચ્છા પાઠવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text