મોરબી-વાંકાનેરમાં જુગારીઓની બંધ બાટને ખોલ આપતી પોલીસ : 9 ઝડપાયા

- text


માટેલ રોડ અને હજનાળીમાં બે દરોડામાં 25,250 રોકડા કબ્જે

મોરબી : મોરબી અને વાંકાનેરમાં શ્રાવણીયો જુગાર હજુ ધમધમી રહ્યો હોય તેવી સ્થિતિમાં ગઈકાલે પોલીસે માટેલ રોડ અને હજનાળીમાં બે દરોડા પાડી જુગારીઓની બંધ બાટને ખોલ આપી 25,250ની રોકડ કબ્જે કરી નવ જુગારીઓને ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા માટેલ રોડ અમરધામ સામે પ્રયાગ કોમપ્લેક્ષની પાછળ જાહેરમાં જુગાર રમી રહેલા (૧) ભવરપુરી માંગુપુરી ગૌસ્વામી (૨) વિક્રમભાઇ જાદુભાઇ ડાભી (૩) જયંતીભાઇ ઉર્ફે ચેતન સોમાભાઇ ઉકેડીયા (૪) મેરૂભાઇ મોમભાઇ સરાવાડીયા અને (૫) જીતેસભાઇ ભીમાભાઇ સરાવાડીયાને રોકડ રૂપીયા ૧૪,૨૫૦ના મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જયારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે નવા હજનાળી ગામમા દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા (૧) માધવજીભાઇ ગોકળભાઇ ગામી (૨) સતીષભાઇ ભરતભાઇ રૂદાતલા (૩) મયુરભાઇ માધવજીભાઇ ગામી અને (૪) જીવણભાઇ આંબાભાઇ ગોપાલીયાને રોકડા રૂ. ૧૧,૦૦૦ સાથે ઝડપી લઈ ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text