મોરબી નજીક વધુ એક યુવાન લુંટાયો

- text


મોરબીના રંગપર પાસે બનેલી ઘટનામાં ચાર અજાણ્યા શખ્સોએ બાઈક ઉભું રખાવી રોકડ-મોબાઈલ ઝૂંટવી લીધા

મોરબી : મોરબીના રંગપર ગામની સીમ લાર્સન સિરામીકના ગેટ પાસે બાઈક ઉભું રાખવાના બહાને અજાણ્યા ચાર શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપી યુવાન પાસેથી રોકડ રકમ તેમજ મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હાલ મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ લાર્સન સિરામીક લેબર કવાટરમા રહેતા મૂળ સુરેન્દ્રનગરના વતની વિષ્ણુભાઇ સિધ્ધરાજભાઇ ઉઘરેજીયા (ઉ.વ ૨૦) એ ચાર અજાણીયા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨ ના રોજ રાત્રીના આશરે ત્રણેક વાગ્યાના અરસામાં રંગપર ગામની સીમ લાર્સન સિરામીકના ગેટ પાસે ચાર અજાણ્યા આરોપીઓ પોતાના હવાલાવાળા બાઈક સાથે આવી ફરીયાદી તથા સાહેદોની સાથે બાઈક ઉભુ રાખવાના બહાને બોલાચાલી અને ગાળાગાળી કરી ફરીયાદી પાસેથી તેનો મોબાઇલ તથા તેમા ફરીયાદીએ મોબાઇલ કવરમા રાખેલ રૂા. ૧,૦૦૦ ઝુટવી લઇ જઇ જાનથી મારી નાંખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા.

- text

આ બનાવની ફરિયાદના આધારે પોલીસે ચારેય આરોપી સામે ઇ.પી.કો. કલમ-૩૭૯(ખ), ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text