ટંકારા પોલીસ મથકના રાઇટર નિવૃત થતા ભાવભેર વિદાય અપાઈ

- text


ટંકારા : ટંકારા પોલીસ મથકના રાઈટર હેડ માવજીભાઈ ધ્રાંગા વય મર્યાદા પુર્ણ થતા વિદાયમાન યોજાયો હતો. તેઓએ નોકરી દરમિયાન કડક અને ફરજપાલનથી એ બીટ સી બીટમા ફરજ બજાવી પંથકમાં માનસન્માન મેળવ્યુ હતું. તેઓ ટ્રેનિંગ પાસ કરી પ્રથમ પોલીસ સ્ટેશન ધોરાજી ખાતે હાજર થયા હતા. તેઓએ નોકરીકાળ દરમિયાન ચમરબંધીને ધુળ ચાટતાં કરી દીધા હતા.

- text

ટંકારા પોલીસ સ્ટેશનના રાઈટર હેડ માવજીભાઈ ધ્રાંગા મુળ નાગળાવાસ હાલ રાજકોટ આજ રોજ 31- ઓગસ્ટ 2021 વય મર્યાદા પુરી થઇ જતા આજે ફોજદાર બી.ડી. પરમાર સહિતના સ્ટાફે વિદાયમાન આપ્યુ હતું. સાથે શેશ જીવન શારીરીક સ્વસ્થતા સાથે સુખમય રહે તેવા અભિનંદન સૌએ પાઠવ્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text