માળીયાના નાના ભેલા ગામે લાયન્સ કલબ દ્વારા વૃક્ષારોપણ

- text


માળીયા : લાયન્સ કલબ ઓફ માેરબી સીટી દ્વારા માળીયા તાલુકાના નાના ભેલા ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચ તેમજ ગ્રામ જનોએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

લાયન્સ કલબ મોરબી સીટી દ્વારા નાના ભેલા ગામે વૃક્ષોનું વાવેતર કરાતા વાવેલ વૃક્ષનું જીવની જેમ જતન કરવાની જવાબદારી વૃક્ષ પ્રેમી ધનજીભાઈ કાવરે લીધી હતી. જેમની સેવાને ડિસ્ટ્રિક્ટ રીજીયન ચેરપર્સન એમ. જે.એફ. લાયન રમેશભાઈ રૂપાલાએ બિરદાવી હતી.

- text

આ તકે લાયન્સ ક્લબ મોરબી સીટી પ્રોજેકટ ચેરમેન મણિલાલ કાવર, ખજાનચી નાનજીભાઈ માેરડીયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રાેજા, પ્રમુખ ત્રિભોવનભાઈ ફુલતરિયાએ નાનાં ભેલા ગામના સરપંચ અને ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text