મોરબી જિલ્લામાં કાલે શુક્રવારે 99 સ્થળે વેકસીનેશન માટે 11,200 ડોઝ ફાળવાયા

- text


આજે જિલ્લામાં 96 સ્થળોએ કુલ 5,210 લોકોનું વેકસીનેશન

મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે વેકસીનેશન માટે 11200 ડોઝ ફાળવતા 99 સ્થળે વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે આજ કરતા આવતીકાલના વેકસીનેશન માટે થોડા ડોઝ ઘટ્યા છે. પણ સ્થળો વધારી દેવામાં આવ્યા છે. દરમિયાન આજે મોરબી જિલ્લામાં 96 સ્થળોએ કુલ 5210 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં આજે 96 સ્થળોએ વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 46 સ્થળોએ વેકસીનેશન માટે કુલ 12 હજારથી વધુ ડોઝ ફાળવવામાં આવ્યા હતા. ત્યારે આજે દિવસના અંતે મોરબી જિલ્લામાં 45 પલ્સમાં 1466 અને 18 પલ્સમાં 3712 તેમજ ખાનગીમાં 32 મળી કુલ 5210 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. જ્યારે હમણાં બે દિવસથી ફરી ડોઝ ખૂબ જ વધારી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી 6 હજાર ડોઝ હતા હવે એનાથી ડબલ કરી દેવામાં આવ્યા છે. જેમાં આજે મોરબી જિલ્લામાં વેકસીનેશન માટે કોવીશિલ્ડના 11530 અને કોવેકસીનના 1000 ડોઝ ફાળવવામાં આવ્યા હતા.

- text

ત્યારે આવતીકાલે વેકસીનેશન માટે થોડા ડોઝ ઘટ્યા છે. જેમાં કુલ 11200 ડોઝ ફાળવાયા છે. ડોઝ ભલે થોડા ઓછા હોય પણ સ્થળો વધારી દેવામાં આવ્યા છે. જેમાં આવતીકાલે મોરબી જિલ્લામાં 99 સ્થળે વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text