ટંકારામાં સ્વસહાય જૂથ બહેનોનો તાલીમ વર્ગ યોજાયો

- text


ટંકારના હરિપર ગામે સ્વસહાય જૂથ બહેનોનો તાલીમ વર્ગ શરૂ થયો

ટંકારા : ટંકારા ખાતે તાજેતરમાં સ્વસહાય જૂથ બહેનોનો તાલીમ વર્ગ યોજાયો હતો. જ્યારે ટંકારના હરિપર ગામે સ્વસહાય જૂથ બહેનોનો તાલીમ વર્ગ શરૂ થયો છે. જેમાં આ તાલીમનો ઉપયોગ કરી કેવી રીતે આર્થિક રીતે પગભર બની શકે તે અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

ટંકારા ખાતે તાજેતરમાં નાબોર્ડ અમદાવાદ પુરસ્કૃત એલ.ઇ.ડી.પી. પ્રોગ્રામ હેઠળ જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ-મોરબી દ્વારા સ્ટેશનરી પ્રોડક્ટની તાલીમ યોજાઈ હતી. જેમાં સ્વસહાય જૂથના 30 બહેનોને નિષ્ણાત ટ્રેનર દ્વારા યોગ્ય સઘન તાલીમ આપવામાં આવી હતી અને તાલીમાર્થી બહેનો આ તાલીમનો ઉપયોગ કરી કેવી રીતે આર્થિક રીતે પગભર બની શકે તે અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text

જ્યારે ટંકારાના હરિપર ગામે નાબોર્ડ અમદાવાદ પુરસ્કૃત એલ.ઇ.ડી.પી. પ્રોગ્રામ હેઠળ જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ-મોરબી દ્વારા ગત તા. 12 ઓગસ્ટના રોજ જ્યૂટ બેગનો તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં હરિપર ગામની સ્વસહાય જૂથની બહેનોને 15 દિવસની સઘન તાલીમ આપવામાં આવશે અને તાલીમનો ઉપયોગ કરી કેવી રીતે આર્થિક રીતે પગભર બની શકે તે અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text