મોરબીના હરિપર-કેરાળા ગામે પ્રદુષણના પ્રશ્ને આંદોલનના મંડાણ

- text


જાગૃત સંસ્થાના નેજા હેઠળ ખડુતોએ શરૂ કર્યું ઉપવાસ આંદોલન

મોરબી : મોરબીના હરિપર-કેરાળા ગામે આજુબાજુમાં ફેલાવાતા પ્રદુષણના કારણે પાકને મોટી નુકશાની થઈ હતી અને પાકને નુકશાનીનું વળતર ન ચૂકવાઈ તો આંદોલન કરવાની ચીમકી આપી હતી. તેમ છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા અગાઉ અલ્ટીમેટમ મુજબ જાગૃત સંસ્થાના નેજા હેઠળ ખડુતોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.

મોરબીના હરિપર-કેરાળા ગામે થોડા દિવસો અગાઉ આસપાસની ફેકટરી દ્વારા પ્રદુષણ ફેલાવતા આ ગામના ખેતરોમાં લહેરાતા ઉભા પાકને મોટી નુકશાની થઈ હોવાની ફરિયાદ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશને ખેડૂતોને સાથે રાખીને સંબધિત તંત્ર સામે મોરચો માંડ્યો હતો અને સંબધિત તંત્રને રજુઆત કરી હરિપર-કેરાળા તેમજ ગાળા ગામે ખેડૂતોને પાકમાં થયેલી નુકશાનીના વળતરની માંગણી કરી હતી. તેમજ જો યોગ્ય ન્યાય ન મળે તો આજે તા. 23 ના રોજ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી હતી. પણ આજદિન સુધી તંત્ર દ્વારા યોગ્ય પગલાં ન ભરાતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશન અને ખેડૂત હિતરક્ષક સમિતિ ગાળા, હરિપર-કેરાળાના નેજા હેઠળ આજે હરિપર ગામ પાસે ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text