વાંકાનેરની દોશી કોલેજને રાજકોટ એનસીસી ગ્રુપ દ્વારા બેસ્ટ કોલેજનો એવોર્ડ

- text


કોલેજના ANO ડો. વાય. એ. ચાવડાને બેસ્ટ NCC ઓફિસરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

વાંકાનેર : વાંકાનેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા દોશી કોલેજને રાજકોટ એનસીસી ગ્રુપ દ્વારા બેસ્ટ કોલેજનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સાથે કોલેજના ANO ડૉ. વાય. એ. ચાવડાને પણ બેસ્ટ NCC ઓફિસરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઍવોર્ડથી સમગ્ર વાંકાનેર તાલુકાનું ગૌરવ વધ્યું હોય કોલેજ ઉપર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

દોશી કોલેજ- વાંકાનેરના અધ્યાપક લેફ્ટનન્ટ ડૉ. યોગેશ એ. ચાવડાનું બેસ્ટ NCC ઑફિસર તરીકે આજ રોજ રાજકોટ ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર એસ. એન. તિવારી દ્વારા પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ દોશી કોલેજના એન.સી.સી. કેડેટ અને NCC ઑફિસર લેફ્ટનન્ટ ડૉ. યોગેશ એ. ચાવડાએ કોરોના કાળ દરમિયાન કરેલા કોરોના અંગેના જાગૃતતાને લગતા કાર્યક્રમો તેમજ જુદા જુદા કાર્યક્રમોનાં આયોજનને લીધે બેસ્ટ કોલેજનો એવોર્ડ પણ દોશી કોલેજ, વાંકાનેર ને મળેલ હતો.

- text

કોલેજને સન્માન અપાવવા બદલ એન.સી.સી. કેડેટ અને લેફ્ટનન્ટ ડૉ. યોગેશ એ. ચાવડાને દોશી કોલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, સેક્રેટરી, આચાર્ય અને કોલેજ પરિવારના સભ્યો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text