માળીયા અને હળવદમાં જુગારના બે દરોડામાં 5 ઝડપાયા : 3 નાસી છૂટ્યા

- text


પોલીસે જુગારના પટ્ટમાંથી 17 હજારથી વધુની રોકડ કબ્જે લીધી

મોરબી : પોલીસ ટીમ દ્વારા જુગાર દરોડાનો દૌર જારી રાખી માળિયાના કુંભારીયા વેણાસર વચ્ચે કેનાલના કાંઠે તેમજ હળવદમાં જંગરીવાસમાં દરોડો પાડી જુગાર રમતા પાંચ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા. જ્યારે ત્રણ જુગારી પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા.

માળીયા પોલીસે કુંભારીયા વેણાસર વચ્ચે કેનાલના કાંઠે જુગાર રમાતા ચંદુલાલ બચુભાઇ ધામેચા, રહે.ખાખરેચી કીશોરભાઇ હરજીભાઇ મેવાળા, રહે-ખાખરેચી, બળદેવભાઇ રાણાભાઇ સીસણોદા, ખાખરેચી વાળાને રંગે હાથ ઝડપી લીધા હતા. જયારે દરોડા દરમિયાન ત્રિકમભાઇ રામજીભાઇ પંચાસરા રહે-કુંભારીયા, સંજયભાઇ સોંડાભાઇ ઠાકોર રહે-ખાખરેચી અને અનિલભાઇ ભુદરભાઇ મોરતરીયા રહે-કુંભારીયા નાસી છૂટતા પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપીયા ૧૧,૬૦૦ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગરધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- text

જ્યારે હળવદ પોલીસે જંગરીવાસ પાછળ તળાવના કાંઠે જુગાર રમતા અસીમભાઇ અકબરભાઇ ભટી, રહે હળવદ તથા ધર્મેન્દ્રભાઇ પ્રદીપભાઇ જોષી,રહે. હળવદ વાળાને રોકડા રૂપિયા 6,200 સાથે જુગાર રમતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text