હળવદના વિકાસ માટે તત્પર હોવાનો કોલ આપતા કેન્દ્રીય મંત્રી

- text


કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં પ્રારંભ થયેલ જન આશિર્વાદ યાત્રાનું હળવદ શહેરમાં ઉમળકાભેર સ્વાગત કરાયું

હળવદ : આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ સરકાર દ્વારા ભાજપના કેન્દ્રીય મંત્રીઓને જન આશિર્વાદ યાત્રાની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષ સ્થાને નિકળેલી જન આશીર્વાદ યાત્રા હળવદ પહોંચતા ઉમળકા ભેર સ્વાગત કરાયું હતું.આ તકે કેન્દ્રીયમંત્રીએ હળવદના વિકાસ માટે તેઓ તત્પર હોવાનો પ્રજાજનોને કોલ આપ્યો હતો.

હળવદ શહેરમાં શીશુ મંદિર ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાનું અભિવાદન કરવામાં આવેલ ત્યાંરબાદ મંત્રી દ્વારા રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની લોકોને માહિતી આપી હતી વધુમાં જણાવ્યું હતું કે હળવદના લોકોએ હંમેશા મને પ્રેમ આપ્યો છે હળવદના વિકાસ માટે હુ કાયમ માટે તત્પર રહીશ તેમ જણાવી હળવદ તાલુકાના વિકાસ માટે પ્રજાજનોને કોલ આપ્યો હતો.

- text

જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુજપરા,ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા,પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથળીયા, જિલ્લાના મહામંત્રી રણછોડભાઈ દલવાડી, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ, માર્કેટીંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ, પાટીદાર અગ્રણી જશુભાઇ પટેલ, જીલ્લા પંચાયતના સદસ્ય મેરાભાઈ વિઠ્ઠલાપરા, પ્રવિણભાઇ સોનગ્રા, પ્રકાશભાઈ સોની, રજનિભાઈ સંઘાણી, ધર્મેન્દ્રસિંહ ઝાલા, બીપીનભાઈ દવે, નયનમામા, તાલુકા ભાજપ પ્રમુખ વાશુદેવભાઈ સીણોજીયા, કેતનભાઈ દવે, તપનભાઈ દવે, હિતેષભાઈ લોરીયા, રમેશભાઈ ભગત, સંદિપભાઈ પટેલ, રવિભાઈ પટેલ, અજયભાઈ રાવલ, જશુબેન પટેલ સહિત હળવદ તેમજ ગ્રામ્ય ભાજપ સંગઠનના હોદેદારો સહિત તાલુકાના આગેવાનો અને ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text