મોરબી-વાંકાનેરમાં જુગારીઓ ઉપર તૂટી પડતી પોલીસ : છ દરોડા

- text


દિવસે મોજથી અને રાત્રે જાગરણમાં જુગાર રમતા 44 ઝડપાયા

1,58,540ની રોકડ જપ્ત

મોરબી : પોલીસની સતત કાર્યવાહી છતાં પણ શ્રાવણીયા જુગારના શોખીનો સુધરવાનું નામ ન લેતા ગઈકાલે મોરબી અને વાંકાનેર પોલીસ જુગારીઓ ઉપર રીતસર તૂટી પડી હતી અને જુદા-જુદા છ દરોડામાં 44 જુગારીઓને 1,58,540ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા તખ્તસિંહજી રોડ રોયલ કોમ્પ્લેક્ષમાં ઓફીસમાં દરોડો પાડી જુગાર રમી રહેલા વિજયસિંહ ભુપતસિંહ ચુડાસમા, મહાવીરસિંહ બળવંતસિંહ જાડેજા, સુરેશભાઇ ઉર્ફે સંજયભાઇ ડાયાભાઇ થડોદા, સંજયભાઇ મહાદેવભાઇ જગોદણા, નિલેષભાઇ કાન્તીલાલ થડોદા અને મનસુખભાઇ પ્રેમજીભાઇ વિઠલાપરા રોકડા રૂ.૮૬૧૫૦ સાથે ઝડપાઇ ગયા જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે બીજા દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વીસીપરા ખડીયાપરામાથી સંજયભાઇ રમેશભાઇ ડેડવાણીયા, મુકેશભાઇ શીવાભાઇ સાલાણી, રોહીતભાઇ સંજયભાઇ સેખાણી અને વનીતાબેન નારાયણભાઇ બહુકીયાને જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા ૧૫૬૦ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે રાતીદેવરી ગામની સીમ તીથવા જવાના માર્ગે પવનચકીની સ્ટ્રીટલાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા ધ્રુવકુમાર ધરમશીભાઇ પીપળીયા, રોહીતભાઇ ભરતભાઇ પીપળીયા, હંસરાજભાઇ કેશુભાઇ વીરછોળીયા, જીતેશભાઇ રતીલાલભાઇ અઘરા અને પ્રવીણભાઇ કાનજીભાઇ અઘારાને જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂ.૧૩૫૦૦ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ ઉપરાંત જુગારના ચોથા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે જેતપરડા ગામના પાદરમાં આવેલ રામાપીરના મંદિરના પટમાં જાહેરમાં જુગાર રમતા વિનુભાઇ ચતુરભાઇ મદ્રેસણીયા, રમેશભાઇ પ્રભુભાઇ વિરસોડીયા, દિપકભાઇ વેલજીભાઇ વિરસોડીયા, વિક્રમભાઇ ધીરુભાઇ ગુદરીયા, લાલજીભાઇ તેજાભાઇ છત્રોડીયા, યુવરાજસિંહ ટેમભા ઝાલા, કુલદિપસિંહઘનશ્યામસિંહ ઝાલા, રામજીભાઇ મંગાભાઇ બોરસાણીયા, પુથ્વીરાજસિંહ નીકુલસિંહ ઝાલા, મનહરભાઇ સતાભાઇ વિરસોડીયા, શંકરભાઇ બચુભાઇ આદરીયા, સાગરભાઇ ભુપતભાઇ વિરસોડીયા, લાખાભાઇ વાધજીભાઇ છત્રોડીયા, અનીલભાઇ બટુકભાઇ છત્રોડીયા, રસીકભાઇ ભાવાભાઇ છત્રોડીયા, દિપકભાઇ વાધજીભાઇ વિરસોડીયા, દિનેશભાઇ બીજલભાઇ કાંજીયા અને સિધ્ધરાજભાઇ રધુભાઇ પીપળીયા નામના 18 જુગારીઓને રોકડ રૂપિયા ૩૧૫૩૦ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે જુગારના પાંચમા દરોડામાં વાંકાનેર સીટી પોલીસ ટીમે દશામાના જાગરણમાં નવાપરા બરફના કારખાના પાછળ જુગાર રમી રહેલા રમેશભાઇ નારણભાઇ બાબરીયા, મહેન્દ્રસિંગ બિશનસિંગ બગા, સુનીલભાઈ શંકરભાઈ સારલા, સુનીલભાઇ શુરેશભાઇ સાકરીયા, નિજામભાઈ કાસમભાઈ ભટી, સોયેલખાન અયુબખાન પઠાણ, ઈમરાનભાઈ ઉંમરભાઇ કટીયા અને સોહેલભાઈ મહેબુબભાઇ કટીયાને રોકડા રૂપિયા ૧૪૧૦૦ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત જુગારના છઠ્ઠા દરોડામાં માળીયા મિયાણા પોલીસે ખાખરેચી ગામે ખાદી વસાહતમાંથી જુગાર રમતા જીતેન્દ્રભાઈ દિનેશભાઇ શંખેશરીયા, નાગજીભાઈ વશરામભાઇ કૈલા અને ઘોઘજીભાઈ લક્ષમણભાઈ પરસુડાને રોકડા રૂપિયા 11,700 સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text