હળવદ પંથકમાં વીજતંત્ર આકરે પાણીએ : અનેક લંગરિયા ઝડપાતા 24.9 લાખનો દંડ ફટકાર્યો

- text


વિજિલન્સની 28 ટીમોએ ધોસ બોલાવી 583 કનેક્શન ચેક કરતા 59માં ગેરરીતિ ઝડપાઇ

હળવદ : હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હાલ ચોમાસામાં ઉનાળા જેવા માહોલ વચ્ચે પીજીવીસીએલની 28 ટીમ ત્રાટકી હતી અને વીજ કનેક્શનનું ચેકીંગ હાથ ધર્યું હતું સાથે જ પીજીવીસીએલની ટીમ સાથે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે સપાટો બોલાવતા લંગરિયા, મીટરમાં ચેડાં કરનાર 59 આસામીઓને 24.9 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

પીજીવીસીએલની વિજિલન્સ ટીમોએ વહેલી સવારથી જ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી જતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. જુદી-જુદી 28 ટીમો દ્વારા હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાડી વિસ્તાર,રહેણાંક મકાનો,હોટલો,કારખાનાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

પીજીવીસીએલની ટીમ દ્વારા હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૫૮૩ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાં ડાયરેક્ટર મીટર કરેલા, લંગરીયા નાખી વીજ ચોરી કરતા કુલ 59 કનેક્શન ઝડપાયા હતા જેથી પીજીવીસીએલની ટીમ દ્વારા કુલ રૂપિયા 24.9લાખનો દંડ ફટકારવામાં આવતા વીજ ચોરોમાં રીતસર હડકંપ મચી જવા પામ્યો હતો.

- text

વધુમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે પીજીવીસીએલની ટીમ દ્વારા આવતા દિવસોમાં પણ હળવદમાં વીજચોરી અટકાવવા ચેકિંગની કામગીરી યથાવત રાખશે અને ગેરરીતિ મામલે આકરા પગલાં ભરવામાં આવશે આજે ઝડપાયેલ વીજ ચોરીમાં રહેણાંક, કોમર્શિયલ અને ખેતીવાડી કનેક્શન મુખ્ય હતા.

- text