હળવદના રણછોડગઢમાં સસ્તા અનાજનો વિક્રેતા અનાજ હજમ કરી જતો હોવાની ફરિયાદ

- text


હળવદ : કોરોના મહામારીમાં સરકાર દ્વારા અગ્રતા યાદીમાં આવતા નાગરિકોને મફત અનાજ આપવાનું જાહેર કર્યું હોવા છતાં લોકોને આવું અનાજ ન મળતું હોવાની ચોંકાવનારી ફરિયાદ હળવદ તાલુકાના રણછોડગઢ ગામના સરપંચ અને નાગરિકોએ કરી છે.

હળવદ તાલુકાના રણછોડગઢ ગામનો સસ્તા અનાજનો પૂરતો માલ ગ્રાહકને ન આપવાની સાથે કેન્દ્ર સરકાર તરફથી આપવામા આવતા મફત અનાજનો લોકોને લાભ ન આપતો હોવાનું આજે રણછોડગઢ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનોએ હળવદ મામલતદારને લેખિત સ્વરૂપે જણાવ્યું છે.

- text

બીજી તરફ, રણછોડગઢ ગામના સસ્તા અનાજનો વિક્રેતા સતાધારી રાજકીય પક્ષ સાથે જોડાયેલ હોય, તેમનું કોઈ કઈ બગાડી નહી લે તેવો પાવર રાખી આ પરવાનેદાર ગામની નાની ઉંમરની દીકરીને ભગાડી ગયો હોવાનું અને તેનું ચારિત્ર્ય પણ સારું ન હોવાનું ગ્રામજનોએ લેખિત ફરિયાદ સ્વરૂપે જણાવી પરવાનો રદ કરવા માંગ ઉઠાવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text