શિંગડામાં કેન્સરની ગાંઠની સર્જરી કરી ગૌમાતાને અપાયું જીવનદાન

- text


 હરતા ફરતા પશુ દવાખાનાની ટીમે મોરબીના ગિડચ ગામે ગાયને મોતના મુખમાંથી ઉગારી

મોરબી : મોરબીના ગિડચ ગામે એક ગૌમાતા શિંગડામાં કેન્સરની ગાંઠથી પીડાતી હોવાની જાણ થતાં હરતા ફરતા પશુ દવાખાનાની ટીમ ગિડચ ગામે દોડી ગઈ હતી અને હરતા ફરતા પશુ દવાખાનાની ટીમેં તાત્કાલિક સ્થળ પર શિંગડામાં કેન્સરની ગાંઠની સર્જરી કરી ગૌમાતાને જીવતદાન આપ્યું છે.

- text

મોરબીના ગિડચ ગામે રહેતા અશ્વિનભાઈએ એક ગાયના શિંગડામાં કેન્સરની ગાંઠ હોવાની 1962 હરતા ફરતા પશુ દવાખાનાને જાણ કરી હતી.આથી આ બનાવની જાણ થતાં 1962 હરતા ફરતા મોબાઈલ પશુ હેલ્પલાઇનની ટીમ ગિડચ ગામે દોડી ગઈ હતી અને આ ટીમમાં ફરજ બજાવતા ડો. તાલિબ હુસેન તેમજ ડો. ભરતસિંહ સૈની અને પાયલોટ રજનીશ સોલંકીએ સ્થળ ઉપર જ ગૌમાતાના શિંગડામાં સર્જરી કરી હતી. કેન્સરની ગાંઠનો નિકાલ કરી આ ગૌમાતાને પીડા મુક્ત કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text