મોરબી-વાંકાનેરમાં જુગારના ત્રણ દરોડા : છ મહિલા સહીત 17 ઝડપાયા

- text


માળિયા વનાળીયા સોસાયટી, મોરબી સર્કિટ હાઉસ પાછળ અને વાંકાનેરના હસનપરમા દરોડા

મોરબી : શ્રાવણીયા જુગારની પૂરબહારમાં શરૂ થયેલી મોસમ વચ્ચે મોરબી અને વાંકાનેરમાં પોલીસે જુદી-જુદી ત્રણ જગ્યાએ દરોડા પાડી જુગાર રમતી છ મહિલાઓ સહિત 17 જુગારીઓને રૂ. 9,410ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

જુગારના પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે માળીયા વનાળિયા સોસાયટીમાં રામાપીરના મંદિર પાસે દરોડો પાડી જુગાર રમતા (૧) શંકરભાઈ ઉર્ફે અમૃતભાઈ લાલજીભાઈ બાંભણવા (૨) કરણભાઈ ખેંગારભાઈ મકવાણા (૩) ચીરાગભાઈ અમૃતલાલ સાગઠીયા (૪) અફજલભાઈ અકબરભાઈ સમા (૫) સાહીલભાઈ ઉમેશભાઈ પંચાસરા (૬) કેવલભાઈ નટુભાઈ રાબડીયા અને (૭) પ્રભાતભાઈ રામજીભાઈ મકવાણાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા ૨,૭૮૦ સાથે ઝડપી લીધા હતા.

જયારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે મોરબી સર્કિટ હાઉસ પાછળ આવેલી આશાપાર્ક સોસાયટીમાંથી (૧) અમરબેન હરીભાઇ બાલાસરા (૨) હંસાબા દાનુભા ઝાલા(૩) ધર્મિષ્ઠાબા દિલીપસિંહ ઝાલા (૪) અંકિતાબેન કિશનભાઇ શર્મા (૫) ઉમાબા કિરીટસિંહ ઝાલા (૬) પ્રફુલાબા પ્રદ્યુમનસિંહ ચુડાસમાને તીનપત્તીનો જુગાર રમતા રોકડા રૂપીયા ૨,૬૩૦ સાથે ઝડપી લીધા હતા.

- text

જયારે વાંકાનેર સીટી પોલીસે હસનપર ગામે બીપીએલ મકાન પાસે જાહેરમાં જુગાર રમતા (૧) દેવજીભાઈ ભીખાભાઈ રાઠોડ (૨) નયનેશભાઈ હરજીવનભાઈ મોરી (૩) નીતીનભાઈ નથુભાઈ પીપરીયા (૪) દીલીપભાઈ માનસીંગભાઈ પીપરીયાને જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂ. ૪,૦૦૦ કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text