મોરબીને લાંબા અંતરની ટ્રેન સુવિધા આપવા માંગ

- text


કોંગ્રેસ અગ્રણીએ કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયને રજુઆત કરી

મોરબી : મોરબી જિલ્લો સૌરાષ્ટ્રનું મોટામાં મોટુ ઔધોગિક સેન્ટર છે. પણ મોરબીમાં વર્ષોથી લાંબા અંતરની ટ્રેન સુવિધાનો અભાવ છે. વર્ષોથી મોરબીને લાંબા અંતરની ટ્રેન પ્રશ્ને અન્યાય કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઝડપથી વિકસતા મોરબીને લાંબા અંતરની ટ્રેનની સુવિધા આપવા કોંગ્રેસ અગ્રણી દ્વારા માંગ ઉઠાવી છે.

- text

મોરબીના કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ રેલવે મંત્રાલયને રજુઆત કરી હતી કે, મોરબી વર્ષોથી મહત્વની ટ્રેન સુવિધાઓ ઝંખી રહ્યું છે. મોરબીમાં અનેક સિરામિક અને ઘડિયાળ અને વિવિધ આઈટમો બનાવતા એકમો કાર્યરત છે જેમાં હજારો પરપ્રાંતિય કામદારો રોજીરોટી મેળવે છે. તેથી તેઓએ પ્રથમ મોરબી-માળીયા વચ્ચે ચાલતી ડેમુ ટ્રેઈન અગાઉનાં ધોરણો ચાલુ કરવા, ગાંધીધામ–બાન્દ્રા ટ્રેઈન મોરબીથી અગાઉની રીતે ચાલુ કરવા, સિનિયર સીટીઝનો તથા વિકલાંગ માટેની ટીકીટમાં અપાતી રાહત યોજના ચાલુ કરવા મોરબી—વાંકાનેર વચ્ચેના ફલેટ સ્ટેશનો આધુનિક બનાવી સુવિધા આપવા અને મોરબીથી લાંબા અંતરની કન્ટેનર ટ્રેઈન ચાલુ કરી અને લાંબા અંતરની ટ્રેનો એમ.પી. ની સુવિધા આપવાની તેમજ કચ્છ–ગાંધીધામથી ચાલતી લાંબા અંતરની ટ્રેઈન વાયા મોરબી થઈને જાય તેવી સુવિધા આપવાની માંગ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text