મોરબી, વાંકાનેર અને હળવદમાં જુગારના ત્રણ દરોડા : 20 પકડાયા, 2 ભાગી છૂટ્યા

- text


પોલીસે દરોડા દરમિયાન રૂપિયા 41,150ની રોકડ જપ્ત કરી

મોરબી : મોરબીમાં શ્રાવણીયા જુગારની મોસમ શરૂ થઇ છે ત્યારે ગઈકાલે મોરબીના ઈન્દીરાનગર, વાંકાનેર તાલુકાના આણંદપર અને હળવદના મયુરનગર ગામે દરોડો પાડી જુગાર રમી રહેલા 20 જુગારીઓને રૂપિયા 41,500ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જો કે, દરોડા દરમિયાન બે જુગારી નાસી છુટતા પોલીસે બન્નેને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા અન્વયે કાર્યવાહી કરી છે.

જુગારના પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે (૧) હાર્દીકભાઈ રમેશભાઈ કુરીયા (૨) ચીરાગભાઈ નારણભાઈ ગણેશીયા (૩) સાહીલભાઈ ફીરોજભાઈ મકરાણી (૪) તેજસભાઈ રણજીતાભાઈ રૂદાતલા (૫) દિનેશભાઈ પ્રભુભાઈ મોરતલીયા (૬) કાનાભાઈ વિક્રમભાઈ ધોળકીયા (૭) સુંદરજીભાઈ ગજાભાઈ સાતોલા અને (૮) વિક્રમભાઈ ઈશ્વરભાઈ વિરાણી ઈન્દિરાનગરમા આવેલ બાલ મંદીર પાસેથી જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ રૂ.14850ની રોકડ રકમ જપ્ત કરી હતી.

જયારે બીજા દરોડામાં વાંકાનેર પોલીસે (૧) દશરથભાઇ પ્રભુભાઇ કેરવાડીયા (૨) વિનુભાઇ ધરમશીભાઇ કુકાવવા (૩) નિલેશભાઇ હિરાભાઇ કેરવાડીયા અને (૪)વિશાલભાઇ પ્રભુભાઇ સેતાણીયાને આંણદપર ગામે, રામાપીરના મંદીરપાસે જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ રોકડ રૂપીયા-ર૧પ૦૦ કબ્જે કર્યા હતા.

- text

જયારે જુગારના ત્રીજા દરોડામાં હળવદ પોલીસે (૧) લાલજીભાઇ જલાભાઇ થરેશા (૨) નવીનભાઇ મનસુખભાઇ બાવરવા(૩) કાળુભાઇ નાગરભાઇ શીરોયા (૪) મનસુખભાઇ ધનજીભાઇ ડાભી (૫) ત્રીભોવનભાઇ ઉર્ફે વિરૂ જયંતીભાઇ ઝીઝુંવાડીયા (૬) ગોવીંદભાઇ સુખાભાઇ આહીર (૭) રાણાભાઇ રૈયાભાઇ રાવળદેવ અને (૮) હાસમભાઇ કાસમભાઇ શેખને મયુરનગર ગામે ખાતરના ગોડાઉન પાછળ જુગાર રમતા ઝડપી લઈ રોકડ રકમ રૂપિયા ૪૮૦૦કબ્જે કાર્ય હતા. આ દરોડા દરમિયાન (૯) ઇરફાનભાઇ હુસેનભાઇ કલાડીયા તથા (૧૦) રણજીતભાઇ માનસીંગભા નાસી છુટતા બન્નેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text