હળવદના કવાડીયામાં ફણિધર બાઈક ઉપર ચડી જતા ગ્રામજનો દર્શન કરવા ટોળે વળ્યા !

- text


 

હળવદ : શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ ગઈ છે ત્યારે જોગાનુજોગ આજે સોમવાર પણ હોય અને વહેલી સવારથી જ શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે ભક્તો ઉમટી પડ્યા છે તેવામાં હળવદ તાલુકાના કવાડિયા ગામે નવાપરા વિસ્તારમાં રહેતા કનાભાઇ રબારીના બાઈક પર ફણિધર સાપ ફેણ ચડાવી બેશી જતા કુતૂહલ સર્જાયું હતું અને નાગ દેવતાએ બાઈક ઉપર ચડીને દર્શન દીધા હોવાની વાત ગામમાં વાયુવેગે પ્રસરી જતા ગ્રામજનોના ટોળા દર્શન માટે ઉમટી પડ્યા હતા.

- text