વાંકાનેર-હળવદમાં જુગાર રમતા 8 ઝડપાયા, 3 ફરાર

- text


વાંકાનેરમાં 92,500 રોકડા તેમજ હળવદમાં 12,050ની રોકડ રકમ જપ્ત

હળવદ/વાંકાનેર : શ્રાવણ માસ શરૂ થતાની બીલાડાના ટોપની જેમ સાથે શ્રાવણીયા જુગારની બદી ધમધમી ઉઠતા પોલીસે પણ શ્રાવણીયા જુગાર ઉપર ઘોંસ બોલાવી છે. જેમાં વાંકાનેર અને હળવદમાં જુગાર રમતા 8 આરોપીઓને ઝડપી લીધા હતા. 3 આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે બાતમીના આધારે રાતીદેવળી ગામની સીમમાં તીથવા જવાના રસ્તે, પાંચીયાની ધાર તરીકે ઓળખાતી સીમમાં આરોપી ભાવેશની વાડીના સેઢા પાસે જુગાર રમતા મેહબુબ આમદભાઈ શેરસીયા, ફિરોજ મહમદભાઈ શેરસીયા, નાથા વાલજીભાઈ મદરેસાનિયા, રકીફ અહમદ વકાલીયાને રોકડ રકમ રૂ.92,500, મોબાઈલ નંગ 6 કી.રૂ.12,000 મળી કુલ રૂ.1,04,500 નો મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે સ્થળ પરથી ભાવેશ લાલજીભાઈ કોટડીયા, ભુપત વિભાભાઈ, કિશોર હેમંતભાઈ વોરા નાસી છૂટ્યા હતા.

- text

જ્યારે હળવદ પોલીસ સ્ટાફે બાતમીના આધારે હળવદ ટાઉન ભવાનીનગર ઢોરો, મેઈન બજારના રસ્તા ઉપર જુગાર રમતા આરોપીઓ રમેશ ગુગાભાઈ સાડીયા, સુખા જીવનભાઈ ગમારા, રમેશ જાદવજીભાઈ ખાંભડીયા, રમેશ ઝાલાભાઈ ગોલતરને રૂ.12,050 ની રોકડ રકમ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text