સાર્વજનિક જમીનનો બારોબાર સોદો, બે સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ

- text


મોરબીના સામાકાંઠે બૌદ્ધનગરમાં કિંમતી સાર્વજનિક જમીનનું વેચાણ કરાતું હોવાનું ધ્યાને આવતા મામલતદારે ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીમાં સાર્વજનિક જમીનનો બારોબાર સોદો કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં મોરબીના સામાકાંઠે બૌદ્ધનગરમાં આવેલ સાર્વજનિક જગ્યાની કિંમતી સાર્વજનિક જમીનનું વેચાણ કરાતું હોવાનું ધ્યાને આવતા મામલતદારે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મામલતદારની ફરિયાદ પરથી બે શખ્સો સામે સાર્વજનિક જગ્યાનું વેચાણ કરવા સબબ લેન્ડ ગ્રેબીગ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ગ્રામ્ય મામલતદાર દિવ્યરાજસિંહ જે. જાડેજાએ આરોપીઓ અશોકભાઇ બાબુભાઇ કુરીયા, હુસેનભાઇ મુસાભાઇ પઠાણ (રહે. ભડીયાદ,મોરબી) સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, મોરબીના સામાંકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ અવરલ બૌધ્ધનગર વિસ્તારના રસ્તા પરની સાર્વજનીક જગ્યાનું આ બન્ને આરોપીઓ વેચાણ કરતા હોવાનું ધ્યાને આવ્યા બાદ અધિકારીઓએ તપાસ કરી હતી. જેમાં આરોપીઓએ બોધ્ધનગર સાર્વજનીક જગ્યા હોય તે જગ્યા ગેરકાયદેસર વેચાણ કરતા હોવાનું ખુલ્યું હતું.

- text

આથી મામલતદારે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ -૨૦૨૦ ની કલમ ઉપર મુજબ ગુનો કર્યાની બન્ને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ ગુનો રજી કરી FIRની પ્રત મોરબી કોર્ટ તરફ મોકલવા તજવીજ કરી આ કામની આગળની તપાસ SC/ST સેલના પો.અધિ. હર્ષ ઉપધ્યાયને સોંપતા તેમણે આ અંગે તપાસ હાથ ધરી છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text