હળવદના તસ્કરોએ હેટ્રિક મારી : ત્રણ ઘરમાં હાથ સાફ કર્યા

- text


ભવાનીનગરમાં કિલોમોઢે ચાંદી અને તોલા મોઢે સોનાના દાગીના ઉપરાંત રોકડ પણ બઠાવી ગયા!

હળવદ : હળવદ શહેરમાં આવેલ ભવાનીનગર વિસ્તારમાં ગતરાત્રીના તસ્કરોએ હેટ્રિક મારી હોય તેમ એક સાથે ત્રણ-ત્રણ મકાનમાં હાથફેરો કરી જતા ચકચાર મચી જવા પામી છે. ચોરીના બનાવને પગલે મકાન માલિકો દ્વારા હળવદ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલ વોર્ડ નંબર સાતના ભવાનીનગર વિસ્તારમાં ગતરાત્રીના એકસાથે ત્રણ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. જેમાં બે મકાનમાં પાછળ ની તોડી ચોરીને અંજામ આપ્યો હતો. જ્યારે અન્ય એક મકાનમાં દરવાજાનું તાળું તોડી ચોરી કર્યાનું સામે આવી છે.

વધુમાં તસ્કરોએ સંતરામભાઈના મકાનની પાછળની બારી તોડી અંદર પ્રવેશ કરી એકાદ કિલો જેટલી ચાંદી, બે તોલાથી વધુ સોનાના દાગીના અને ૩૦,૦૦૦ જેટલી રોકડની ચોરી થયાનું મકાનમાલિક જણાવી રહ્યા છે. જ્યારે સીમાબેનના બંધ મકાનમાં ચાંદીના સાકળાં અને બે હજાર રૂપિયાની રોકડ ચોરાઈ છે તેમજ ભુરીબેનના બંધ મકાનમાં મકાનની પાછળની બારી તોડી અંદર પ્રવેશ કરી ચાંદીના સાકળાં ચોરી ગયા હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું.

ચોરીનો ભોગ બનેલા ત્રણેય મકાન માલિકો દ્વારા બનાવની જાણ પોલીસને કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હળવદમાં પાછલા ઘણા સમયથી તસ્કરોને મોકળું મેદાન મળ્યું હોય તેમ ઉપરાછાપરી ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. જેથી પોલીસ તંત્ર રાત્રી પેટ્રોલિંગ વધુ અસરકારક બનાવે તે જરૂરી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text