વર્ષામેડી ગામે ડોર ટુ ડોર કોરોના રસીકરણ કરાયુ

- text


ગામના સરપંચ અને અગ્રણીઓ દ્વારા લોકોને સમજાવી રસીકરણ કરવામાં આવ્યું 

માળીયા (મી.) : દેશભરમાં કોરોના રસીકરણ મહાઅભિયાન ચાલી રહ્યું છે. ત્યારે માળીયા (મી.) તાલુકાના વર્ષામેડી ગામે સરપંચ અને આગેવાનોએ ઘરે-ઘરે ફરીને લોકોને સમજાવી રસીકરણ કરાવ્યું હતું.

વર્ષામેડી ગામે સરપંચ લાભુબેન જીવણભાઈ ચાવડા, ઉપસરપંચ સોમીબેન હીરાભાઈ રાઠોડ, તલાટી કમ મંત્રી, આંનદી ટ્રસ્ટ, આરોગ્ય કર્મચારીઓ તથા ગામના આગેવાનો દ્વારા સાથે મળી ઘરે-ઘરે ફરીને કોરોના રસીકરણ અંગે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. અને લોકોને રસી લેવા માટે સમજાવવામાં આવેલ હતા.

સાસંદ મોહનભાઈ કુંડારિયાના માર્ગદર્શન હેઠળ ગામના સરપંચ લાભુબેન જીવણભાઈ ચાવડા અને જીવણભાઈ ચાવડાએ પોતાના ઘરથી જ શરૂઆત કરી તમામ લોકો રસીકરણ કરાવી લે એવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમજ સબ સેન્ટર વર્ષામેડી ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા કુલ 155 લાભાર્થીઓને રસીકરણ કરવામાં આવ્યું હતું.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text