મોરબીમાં કાલે કોંગ્રેસ દ્વારા ‘સંવેદનહીન સરકાર અન્નનો અધિકાર આપે’ કાર્યક્રમ

- text


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાના સહપ્રભારી જીતેન્દ્ર બધેલની હાજરીમાં નહેરુ ગેઇટ ખાતે વિરોધ પ્રદર્શન

મોરબી : રાજ્યની ભાજપ સરકાર સુશાસનના પાંચ વર્ષની ઉજવણી કરી રહી છે. ત્યારે રાજ્ય સરકાર પ્રજાના પ્રશ્ને નિષ્ફળ ગઈ હોવાના આરોપ સાથે કોંગ્રેસે સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા બાયો ચડાવી છે. જેમાં કોંગ્રેસ દ્વારા કાલે સંવેદનહીન સરકાર અન્નનો અધિકાર આપોનું અભિયાન કરાશે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહપ્રભારી જીતેન્દ્ર બધેલની હાજરીમાં નહેરુ ગેઇટ ખાતે વિરોધ પ્રદર્શન કરાશે.

ગુજરાતની ભાજપ સરકાર ૩ ઓગસ્ટના દિવસે સંવેદના દિવસ ઉજવીને ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરવા તાયફાઓ કરવાના હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા મેદાને પડી છે. જેમાં એ.આઈ.સી.સી.ના સચિવ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહ પ્રભારી જીતેન્દ્ર બધેલ મોરબી મુકામે ખાસ ઉપસ્થિત રહેવાના હોય અને તમામ જિલ્લા તાલુકા શહેરના પ્રમુખ તેમજ પક્ષના આગેવાનો કાર્યકરો તેમજ દરેક ફન્ટ (પાંખ)ના હોદેદારો અને જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકાના સદસ્ય અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડેલા તમામ ઉમેદવારોએ આવતીકાલ તારીખ ૩ ઓગસ્ટને મંગળવારના રોજ મોરબીના નહેરુ ગેટ ચોક ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવેદનહીન સરકાર અન્નનો અધિકાર આપોના અભિયાનના કાર્યક્રમનું આયોજન કરી ભૂખ્યાઓને અનાજ આપવાના અધિકારના ક્ષેત્રે સરકારની નિષ્ફળતાનો વિરોધ કરાશે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text