એમાં તમે છો, હું છું અને થોડા મિત્રો છે, એથી જીવન કથાના પ્રસંગો સચિત્ર છે!

- text


આજે ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે : દોસ્તો પ્રત્યે લાગણી વ્યક્ત કરવાનો દિવસ

આજે વિશ્વ મિત્રતા દિવસ છે. વર્ષ 2021માં આજે 1 ઓગસ્ટના રોજ ફ્રેન્ડશીપનો દિવસ ઉજવાશે. ફ્રેન્ડશિપ ડે અલગ-અલગ દેશમાં અલગ-અલગ તારીખે મનાવવામાં આવે છે. પરંતુ ભારત સહીત મોટા ભાગના દેશોમાં દર વર્ષે ઓગસ્ટ મહિનાનાં પ્રથમ રવિવારે ‘ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે’ ઉજવવામાં આવે છે. જો કે 27 એપ્રિલ, 2011ના રોજ સંયુક્ત રાષ્ટ્રએ તેની તારીખ 30 જુલાઈ નક્કી કરી હતી. પરંતુ ભારતમાં તે ઓગસ્ટના પહેલા રવિવારે જ ઉજવાય છે. આ દિવસે મિત્રો એકબીજાને ભેટો, કાર્ડ અને બેન્ડ આપી, સાથે સમય વિતાવી ફ્રેન્ડશીપ ડે મનાવે છે.

આમ તો દોસ્તી માટે કોઈ ખાસ દિવસની આવશ્યકતા નથી, મિત્રતા આજીવન માટે હોય છે પરંતુ દોસ્તો પ્રત્યે લાગણી વ્યક્ત કરવા માટે ખાસ દિવસ ઉજવવામાં આવે છે. જીવનમાં મિત્રોની હાજરી હોય તો જીવન હર્યુંભર્યું લાગે છે. જીવનમાં આવતા સુખ-દુઃખ ભોગવવા સંગાથ મળે છે. જિંદગીના દરેક નાના-મોટા પ્રસંગો યાદગાર બને છે. આથી, બરકત વિરાણી ‘બેફામ’ કહે છે કે,

એમાં તમે છો, હું છું અને થોડા મિત્રો છે,
એથી જીવન કથાના પ્રસંગો સચિત્ર છે!

ફ્રેન્ડશીપ ડે અંગે પ્રચલિત કથાઓ

ફ્રેન્ડશીપ ડે અંગે અનેક કથાઓ પ્રચલિત છે. આથી, પ્રથમ ફ્રેન્ડશીપ ડે ક્યારે અને કેમ ઉજવવામાં આવ્યો તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી. કહેવાય છે કે પ્રથમ વખત 1958માં પરાગ્વેમાં ‘આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ’ મનાવવાની રજૂઆત કરવામાં આવી હતી.

- text

એવી પણ માન્યતા છે કે ફ્રેન્ડશીપ ડેની શરૂઆત 1935માં અમેરિકાથી થઈ હતી. કહેવાય છે કે ઓગસ્ટના પહેલા રવિવારે અમેરિકાની સરકારે એક વ્યક્તિની હત્યા કરી દીધી હતી. તે વ્યક્તિના મોતથી તેના મિત્રને આઘાત લાગ્યો હતો અને મિત્રના ગયાના દુઃખમાં તેણે પણ આત્મહત્યા કરી હતી. તે દિવસથી સરકારે ઓગસ્ટના પહેલા રવિવારને ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું.

એવી પણ કથા છે કે 1930માં જોઈસ હાલ નામના વેપારીએ આ દિવસની શરૂઆત કરી હતી. વેપારીએ 2 ઓગસ્ટની તારીખને મિત્રતા દિવસ તરીકે ઉજવવાનો નક્કી કર્યો હતો. જેથી તે દિવસે મિત્રો મળીને એકબીજાનો આભાર વ્યક્ત કરી શકે, એકબીજા સાથે સમય વિતાવી શકે. બાદમાં આ પરંપરા એશિયા અને અન્ય દેશોમાં પ્રચલિત થતી ગઈ.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text