સિરામીક સીટીના ફલેટમાં જુગારધામ ઉપર દરોડો, આઠ ઝડપાયા

- text


મોરબી એલ.સી.બી.ના સ્ટાફે રેઇડ કરી સ્થળ ઉપરથી કુલ રૂ.10.85 લાખનો મુદામાલ કબ્જે કર્યો

મોરબી : શ્રાવણ માસ નજીક આવતા જ જુગારની બદી ધમધમી ઉઠતા જુગારધમને કડક હાથે ડામી દેવા પોલીસ મેદાને પડી છે. ત્યારે મોરબી એલસીબીના સ્ટાફને આજે બાતમીના આધારે મોરબીના લાલપર નજીક સિરામીક સીટીના ફલેટમાં ધમધનતા જુગારધામને ઝડપી લેવાની સફળતા મળી છે. જેમાં એલસીબીએ લાલપર પાસે સિરામીક સીટીના ફલેટમાં જુગારની રેડ કરી જુગાર રમતા આઠ શખ્સોને રૂ.85 હજાર રોકડા તેમજ બે કાર મળીને 10.85 લાખનો મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

મોરબી એસ.પી. એસ.આર.ઓડેદરાની જુગારની બદીને અંકુશમાં લેવાની સૂચનાને પગલે એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.બી.ડાભી તથા સ્ટાફ પ્રયત્નશીલ હતા. એલસીબી સ્ટાફના સંજયભાઇ મૈયડ અને ભગીરથસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબીના લાલપર રોડ ઉપર આવેલ સિરામીક સીટી આઇ-6 ફલેટ નંબર-602 માં રહેતાં આયુષભાઈ નરેન્દ્રભાઇ મારવાડી બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવીને જુગારધામ ચલાવે છે. આ પ્રકારની બાતમી મળતા એલસીબી સ્ટાફ આજે સિરામીક સીટી આઇ-6 ફલેટ નંબર-602 માં ચાલતા જુગરધામ ઉપર ત્રાટક્યો હતો.

- text

એલસીબી પોલીસે આ ફ્લેટમાં જુગાર રમતા આરોપીઓ આયુષ નરેન્દ્રભાઇ સોમાણી મારવાડી, તપન પ્રશાંતભાઇ, દર્શન બળદેવભાઇ, ધર્મીન જીતુભાઇ, યલીન રમેશભાઇ, મિત રજનીભાઇ, અભી જયસુખભાઇ, કેવલ મનહરભાઇને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી રોકડ 85,000 તથા હ્યુંડાઇ વરના અને કિયા કાર મળી કુલ રૂ.10,85,000 નો મુદામાલ કબ્જે કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text