ખેતરને કુસ્તીનો અખાડો બનાવી ચાર ગોલ્ડ અને બે સીલ્વર મેડલ મેળવતા હળવદના ખેલાડીઓ 

- text


બૉલીવુડ ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી જમીની હકીકત વચ્ચે ગ્રામ્ય ખેલાડીઓએ ‘હમ કીસીસે કમ નહીં’ નું ઉદાહરણ પૂરું પાડ્યું

હળવદ : બોલીવુડની દંગલ ફિલ્મને પણ ટક્કર મારે તેવી જમીની હકીકત વચ્ચે હળવદ ગ્રામ્યના એક-બે નહિ પણ છ-છ ખેલાડીઓએ ખેતરને જ કુસ્તીનો અખાડો બનાવી રાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ અને સીલ્વર મેડલ મેળવતા રમશે ગુજરાત… જીતશે ગુજરાતનું સ્વપ્ન સરકારની મદદ વગર સાકાર થયું છે. અને આવતા દિવસોમાં ગોલ્ડ મેડલ મેળવેલ ચારેય ખેલાડીઓ નેપાળ રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ભાગ લેશે.

કોઈપણ સુવિધા, સહકાર કે આર્થિક મદદ મળ્યા વિના હળવદ તાલુકાના નાના એવા મંગલપુર ગામના ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં 62 કે.જી. કેટેગરીમાં કુડેચા અલ્પાબેનએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જ્યારે 64 કે.જી કેટેગરીમાં ભરવાડ ગેલાભાઈએ, 54 કે.જી કેટેગરીમાં કુડેચા સાગરભાઇ અને 50 કે.જી કેટેગરીમાં ઠાકોર ગોપાલભાઈએ ગોલ્ડ મેડલ મેળવી જિલ્લાનું અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

આ ઉપરાંત 62 કે.જી કેટેગરીમા મેહુલભાઈ આલ અને 54 કે.જી કેટેગરીમાં વિક્રમભાઈએ સિલ્વર મેડલ મેળવ્યો છે. સાથે સાથે 3000 મીટર દોડમાં પણ ત્રીજો નંબર આજ ગામના કુડેચા હિતેશભાઈ મેળવ્યો છે. જેથી, તેમને પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, ગોલ્ડ મેડલ મેળવેલ ચાર ખેલાડીઓ તેમજ સિલ્વર મેડલ મેળવેલ ખેલાડીઓ અને દોડ સ્પર્ધામાં પણ ત્રીજો નંબર મેળવેલ ખેલાડી સહિત સાતેય ખેલાડીઓ કોઈપણની મદદ વગર રાષ્ટ્રીય લેવલની કુસ્તી અને દોડ સ્પર્ધામાં ચમક્યા છે. આ સાતેય ખેલાડીઓ ખેતરને કુસ્તીનો અખાડો બનાવી પ્રેક્ટિસ કરે છે. વધુમાં તેઓ જણાવે છે કે, બીજું તો કંઈ નહીં પરંતુ કુસ્તી સમયે મેટ ગાદલાની જરૂર પડે તે જો તે મળે તો પ્રેક્ટિસ સમયે ઘણીવખત ઇજા પહોંચી હોય છે તો તેમાંથી બચી શકીએ.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text