વિઝન 2025 માટે ઘડિયાળના કાંટાની જેમ સાથે ચાલીને મોરબીએ નવતર પ્રયોગ કર્યો છે : વિજયભાઈ રૂપાણી

- text


રાજ્યના સર્વાંગી વિકાસમાં મોરબીનું અમૂલ્ય યોગદાન 

મોરબી અપડેટ કોન્કલેવના આયોજનની સરાહના કરતા મુખ્યમંત્રી

મોરબી : મોરબી અપડેટ આયોજિત થીંક મોરબી કોન્કલેવનો આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, સહિયારા સર્વાંગી વિકાસ માટે મોરબીએ ઘડિયાળના કાંટાની સાથે ચાલી નવતર પહેલ કરી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના વર્ચ્યુલી ઉદબોધનમાં જણાવ્યું હતું કે, રાજ્યના સર્વાંગી વિકાસમાં મોરબીનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. 1979ની મચ્છુ જનહોનારાત હોય કે પછી 2001નો ભૂકંપ અને છેલ્લે કોરોના જેવી મહામારીમાંથી બહાર આવી વિકાસની હરણફાળ ભરી મોરબીએ ઝીંદાદિલીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સીરામીક સહિતના ઉદ્યોગ ક્ષેત્રે સમગ્ર રાજ્ય કે દેશ જ નહીં બલ્કે વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ મોરબીએ ઉભી કરી છે. મોરબીએ રાજ્યના વિકાસને પણ વેગ આપ્યો છે. આજે મોરબી વિકસી રહ્યું અને વિસ્તરી રહ્યું છે. લાખો લોકોને રોજગારી પુરી પાડનારા અહીંનો સીરામીક ઉદ્યોગ હાલ ચીનને હંફાવીને દુનિયાનું સૌથી વધુ ઉત્પાદન કરતું સીરામીક ક્લસ્ટર બનાવા જઈ રહ્યું છે. ત્યારે વિઝન 2025ને ધ્યાને લઈ વૈશ્વિક ઔદ્યોગિક હબ બનવા જઈ રહેલા મોરબીના સુચારુ ડેવલપમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે વિચારમંથન કરવાના હેતુ સાથે મોરબી અપડેટ દ્વારા મોરબીના સૌ પ્રથમ કહી શકાય તેવા મોરબી અપડેટ કોન્કલેવ 2021નું આયોજન અભિનંદનને પાત્ર છે.

વર્ષે રૂપિયા1500 કરોડનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતા મોરબીના સિરામિક સહિતના ઉદ્યોગ અને મોરબીના વિકાસ વધુ વેગ આપવા રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે. આ માટે હાલ અને યોજનાઓ અને પ્રોજેકટ પર કામ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. મોરબીની પોતાની મેડિકલ કોલેજ, એરપોર્ટ, નવલખી બદરનો વિકાસ, મોરબીને જોડતા હાઇવેને ફોરલેન કરવા, સીરામીક ઝોનમાં રોડના લિંકઅપ, ટ્રાફિકના પ્રશ્ને ધ્યાને રાખી ઓવરબ્રિજ, અંડરબ્રિજ, મોરબીના બ્યુટીફીકેશન માટે મચ્છુ નદીમાં રિવરફ્રન્ટ જેવા પ્રોજેકટ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા મોરબીના ભવિષ્યના ડેવલોપમેન્ટને કેન્દ્રમાં રાખી અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધા અને આવનારા પડકારોને પહોચી વળવા સુચારુ આયોજનને અગ્રતા આપવામાં આવી રહી છે.

- text

આ તકે મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ઇતિહાસ સાક્ષી છે મોરબીની સાહસિક અને ખમીરવંતી પ્રજાએ તમામ આફતોને અવસરમાં પલટી નાખી છે. અમારી સરકાર પણ મોરબીના દરેક પ્રશ્ન અને સમસ્યાના ઉકેલ માટે હકારાત્મક રહી મોરબીના વિકાસને વેગ આપી રહી છે. ત્યારે સરકાર અને પ્રજા એક સાથે એક દિશામાં સાથે મળીને વિકાસ માટે પ્રયત્ન કરે તેવુ હકારાત્મક વાતાવરણ ઉભું કરવાની રાજ્ય સરકારની નેમ છે. ત્યારે આવનાર વર્ષોમાં મોરબી શહેરનો વિકાસ નજર સમક્ષ રાખી દરેક ક્ષેત્રમાં સરકાર લોકભાગીદારી થકી વિકાસને વધુ વેગવંતો કરવાના તમામ પ્રયત્નો કરાશે.

આ તકે તેમણે મોરબીના ઉદ્યોગકારો, અગ્રણીઓ, પ્રજાજનોને ખાતરી આપતા જણાવ્યું હતું કે, મોરબીના સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર કોઈ કસર નહીં છોડે. મોરબીના ઉદ્યોગને નજર સમક્ષ રાખી મોરબીના વિકાસ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ હોવાનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અંતમાં તેમને મોરબીના સર્વાંગી વિકાસ માટે સતત ચાર દિવસ સુધી ચાલનાર મોરબી અપડેટ આયોજિત કોન્કલેવની પ્રસંશા કરી ઘડિયાળના કાંટાની જેમ સાથે ચાલી પડકારો, વિકાસ માટે વિચાર મંથન કરવાની આ નવતર પહેલને આવકારી સરકાર મોરબીના વિકાસ માટે સતત પ્રયત્નશીલ હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text