વાંકાનેરમાં સોમવારે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

- text


વાંકાનેર : રાજ્ય સરકારની સુચના મુજબ જીલ્લા વહિવટી તંત્ર તથા વાંકાનેર નગરપાલીકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

સેવાસેતુનો કાર્યક્રમ આગામી તા. 2ના રોજ વાંકાનેર સીટીમાં બાપુના બાવલા પાસે ગર્લ્સ હાઇસ્કુલ ખાતે નવથી પાંચ વાગ્યે તથા ગ્રામ્ય વિસ્તાર માટે લુણસર ખાતે રાખેલ છે. જેમાં આવક, જાતિ, નોનકીમીલેયર, ડોમીસાઇલ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડને લગતી અરજીઓ અને 8Aની નકલ, વિધવા સહાય અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવાની અરજીઓ, આયુષ્યમાન ભારત કાર્ડ લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે.

વધુમાં, રાજ્ય સરકારના સમાજ કલ્યાણ આદિજાતિ વિભાગની સ્કીમો હેઠળના વ્યક્તિલક્ષી લાભો માટેની અરજીઓ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, વીજળી-નવા વીજળી કનેકશન, નામ ટ્રાન્સફર, ઝુપડા વિજળીકરણ યોજના, સોલાર રૂફટોપ યોજના, મ્યુનિસિપલ સેવાને લગતી વ્યકિતગત રજુઆતો જેમકે જન્મ-મરણ, લગ્ન નોંધણી વ્યવસાયવેરો, એસેસમેન્ટની નકલો, આવકના દાખલા, વિધવા પ્રમાણ પત્ર, પ્રધાનમંત્રી આવાસ યોજના, બી.પી.એલ અંગેના દાખલા અને ડે એન્યુઅલ યોજના, કોરોના પ્રતિવિરોધી વેક્સીન તેમજ હેલ્થ ચેકઅપ કેમ્પ, ફોરેસ્ટ વિભાગ દ્વારા રોપા વિતરણ, એસ.બી. આઇ. તેમજ બી.ઓ.બી. બેંક દ્વારા જનધન યોજના ખાતુ અને આધારકાર્ડ મોબાઇલ નં. લીંકઅપ, તથા ભીમ એપ ઇન્સ્ટોલેશન, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.) દ્વારા વિકલાંગ પાસ તેમજ વિદ્યાર્થી અપડાઉન પાસ કાઢી આપવાની કામગીરી કરવામાં આવશે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text