મોરબી જિલ્લા ભાજપ અગ્રણીની કિશાન મોરચા પ્રભારી પદે નિમણુક થતા સન્માન

- text


મોરબી : મોરબી જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ ચંદુભાઈ હુંબલની જામનગર શહેર કિસાન મોરચાના પ્રભારી તરીકે નિમણુક થતાં ભાજપ અગ્રણીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે. તેમજ આ તકે ચંદુભાઈએ ભાજપનો આભાર વ્યક્ત કર્યો છે.

ભાજપ પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની સૂચના મુજબ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા અને પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ દ્વારા મોરબી જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ ચંદુભાઈ હુંબલને જામનગર શહેર કિસાન મોરચાના પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે ચંદુભાઈ હુંબલનું જામનગર જિલ્લાની જવાબદારી મળવા બદલ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ તેમજ મહામંત્રી જયુભા જાડેજા અને ઉપપ્રમુખ નિર્મળ ભાઈ જારિયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

આ તકે ચંદુભાઈ હુંબલે જણાવ્યું હતું કે પ્રદેશ કિસાન મોરચાના જામનગર શહેર પ્રભારી બનાવવામાં ઘણી વ્યક્તિઓની લાગણી કામ કરી ગઈ છે. આવી જ લાગણી અને પ્રેમ જેનો જેનો મળ્યો તેમાંથી મારા માટે જો કોઈ વિશેષ વ્યક્તિ હોય તો એ છે પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા છે, મોરબી શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી તરીકે બે ટર્મ જિલ્લા ભાજપમાં પ્રમુખ,ઉપપ્રમુખ તરીકે આમ બાર-બાર વર્ષો સુધી સાથે કામ કર્યું પણ ક્યારેય લેશ માત્ર નારાજગી મેં જોઈ નથી. એ જ એમની મહાનતા છે. એટલા માટે એમની શુભેચ્છા તો લેવી જ રહી. આ જવાબદારીથી તેઓએ ઘણી જ ખુશી વ્યક્ત કરી અને સન્માન બદલ મિત્રો શુભેચ્છકોનો તેમને આભાર માન્યો હતો.

- text