પરિણીતાને પ્રેમ કરવો ભારે પડયો! પ્રેમીએ અંગત પળોના ફોટો-વિડીયો ઉતારી દુષ્કર્મ ગુજારતા ફરિયાદ

- text


હળવદમાં ભદ્ર સમાજનો ચોંકાવનારો કિસ્સો : પોલીસ ફરિયાદ નોંધાઈ

હળવદ : સુખી લગ્નજીવન વચ્ચે પણ ઘણા કિસ્સામાં પરણિત પાત્રો છાનેખૂણે પ્રેમ સંબંધો બાંધાતા હોય છે અને આવા લગ્નેતર સંબંધોનો હંમેશા કરૂણ અંજામ આવતો હોય છે. ત્યારે હળવદના ભદ્ર સમાજનો આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરિણીતાના પ્રેમીએ અંગત પળોના ફોટો – વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજારતા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જો કે બ્લેકમેઇલર પ્રેમી હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું બહાર આવ્યું છે.

હળવદના ભદ્ર પરિવારની પરણિત મહિલા પોતાના સમાજના જ કમલેશભાઈ ભીખાભાઈ ભોરણીયા સાથે આંખ મળી જતા પ્રેમસબંધ બંધાયો હતો અને પ્રેમમાં ગળાડૂબ બન્ને પાત્રોએ અંગત પળો પણ માણી હોય, ભૂતકાળના ફોટા તથા વિડીયો પ્રેમી પાસે હોય આ ફોટોગ્રાફ અને વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપીને પ્રેમીએ પરિણીતા સાથે તેની મરજી વિરુદ્ધ વારંવાર શરીર સંબધ બાંધ્યા હતા. આટલું ઓછું હોય તેવામાં નિર્લજ પ્રેમીએ પરિણીતાની સગીર વયની દીકરીને શારીરિક અડપલા કર્યા હોવાથી પ્રેમ કરવાની ભૂલ કરનાર પરણિતાએ પ્રેમીના કરતૂતોથી ત્રસ્ત બની અંતે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

ઉલ્લેખનીય છે કે તાલી એક હાથે ન પડે તે ઉક્તિ મુજબ ભૂતકાળના સંબંધોને લઇ પરણીતાને પ્રેમી સાથે વાંધો પડતા ફરિયાદ કરી હોવાનું અને હાલમાં પ્રેમી હળવદથી દૂર ફરવા ચાલ્યો ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે ભદ્ર સમાજમાંથી બહાર આવેલા આ કિસ્સાએ હાલ હળવદમાં ભારે ચકચાર જગાવી છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text