હળવદના ચરાડવામાં તલાટી ઘેરહાજર : અરજદારો હેરાન

- text


તલાટી કમ મંત્રી વિરુદ્ધ અનેક ફરિયાદ બાદ બદલી, નવા તલાટીની નિમણુંક

હળવદ : હળવદ તાલુકાના સૌથી મોટા ગણાતી ચરાડવા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીની અવારનવાર ગેરહાજરીને કારણે અરજદારો અકળાયા છે. જો કે આ અંગે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને મૌખીક રજૂઆત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ અનિયમિતતા સબબ તલાટીની બદલી કરી નવા તલાટીને નિમણુંક આપાઈ છે.

હળવદના ગ્રામ્ય પંથકમાં તલાટીમંત્રીઓ અવારનવાર અનિયમિત રહેતા હોવાની અનેક અરજદારો ફરિયાદો કરી રહ્યા છે. તેવામાં આજે વધુ એક ગામમાં તલાટી ઘેરહાજર હોવાનું સામે આવ્યું હતું. જેમાં ચરાડવા ગ્રામ પંચાયતમાં અરજદારો ગ્રામ પંચાયતે અને તલાટી કમ મંત્રી ઘેર હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.

ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી અનિયમિત રહેતા હોવાને કારણે ગ્રામ પંચાયત કચેરી ખાતે વિવિધ કામ અર્થે આવતા અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જો કે તલાટીની અનિયમિતતાના કારણે ચરાડવાના સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને મૌખીક રજૂઆતો પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેથી હવે જોવાનું રહ્યું કે ચરાડવાના અરજદારોને ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી ક્યારે જોવા મળે છે.

આ બાબતે હળવદ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલને પુછતાં તેઓએ જણાવ્યું હતું કે ચરાડવામાં તલાટી કમ મંત્રી અનિયમિત રહેતા હોવાની રજૂઆત અમને મળી છે. જેથી તલાટી કમ મંત્રીની બદલી કરવામાં આવી છે. નવા તલાટી કમ મંત્રીની નિમણુક પણ કરી દેવામાં આવી છે. જેથી આવતીકાલે એટલે કે ગુરુવારે નવા તલાટી ગ્રામ પંચાયતે હાજર પણ થઈ જશે તેમ જણાવ્યું હતું.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text