હળવદ : ગૌશાળાના લાભાર્થે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રીજી ઈલેવન ટીમ ચેમ્પિયન બની

- text


હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામે વેગડવાવ યુવા ગ્રુપ દ્વારા ગૌમાતાના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી આઠ ટીમોએ ભાગ લીધો હતો આજે યોજાયેલ ફાઇનલ મેચમાં વેગડવાવની શ્રીજી ઈલેવન ટીમ ચેમ્પિયન બની હતી.

વેગડવાવ યુવા ગ્રુપ દ્વારા ગૌમાતાના ઘાસચારા માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું ત્રણ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હળવદ તાલુકાની જુદી-જુદી આઠ ટીમોએ ભાગ લીધો હતો. આજે યોજાયેલ ફાઇનલમાં શ્રીજી ઇલેવન અને જય માતાજી ઈલેવન ટીમ વચ્ચે બરાબરનો મુકાબલો જામ્યો હતો અને આખરે જય માતાજી ટીમને હરાવી શ્રીજી ઇલેવન ટીમ ચેમ્પિયન બની હતી.

જેથી આ ટીમને ૩૧૦૦ની રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવી હતી. જ્યારે રનર્સ-અપ ટીમ જય માતાજી ઈલેવનને ૨૧૦૦ની રોકડ પુરસ્કાર આપવામાં આવેલ હતો. ચેમ્પિયન ટીમ અને રનર્સ-અપ ટીમ દ્વારા જે પુરસ્કાર રૂપે રોકડ રકમ મળી હતી તે ગૌશાળામાં આપવામાં આવી હતી.

શ્રીજી ઈલેવન ટીમના સ્પોન્સર હસમુખભાઇ કણઝરિયા અને હિતેશભાઈ પીપરીયા રહ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા વેગડવાવ યુવા ગ્રુપના જયેશભાઈ પીપળીયા, નવઘણભાઈ રબારી, યોગેશદાન ગઢવી, ઘનશ્યામભાઈ સુરેલા અને હરદેવસિંહ ઝાલાએ ભારે જહેમત ઊઠાવી હતી.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text