રાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધામાં હળવદના મંગળપુરના ગોપાલે ગોલ્ડ મેડલ મેળવ્યો 

- text


જામનગર ખાતે આયોજિત નેશનલ કુસ્તી ટુર્નામેન્ટમાં 50 કિલોગ્રામ કેટેગરીમાં અન્ય ખેલાડીઓને ધૂળ ચાટતા કર્યા

હળવદ : કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્પર્ધામાં 50 કેજી વેઇટ કેટેગરીમાં હળવદ તાલુકાના મંગળપુર ગામના ખેડૂત પરિવારના પુત્રએ ગોલ્ડ મેડલ મેળવી ગૌરવ વધાર્યું છે. સાથે જ આવતા દિવસોમાં નેપાળ ખાતે ઇન્ટરનેશનલ કક્ષાની કુસ્તી ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

હળવદ તાલુકાના નાના એવા મંગળપુર ગામે રહેતા ગોપાલભાઈ ઠાકોર તાજેતરમાં જામનગર ખાતે કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત નેશનલ્સ કુસ્તી ટુર્નામેન્ટમાં 50 કેજી વેઇટ કેટેગરીમાં અન્ય રાજ્યના ખેલાડીઓને ધૂળ ચાટતા કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જેથી હવે આવતા દિવસોમાં ગોપાલ ઠાકોર ઇન્ટરનેશનલ કક્ષાએ યોજાનાર કુસ્તી ટુર્નામેન્ટમાં નેપાળ ખાતે ભાગ લેવા જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગોપાલ ઠાકોર હળવદ તાલુકાના નાના એવા મંગળપુર ગામે રહે છે. તેની ઉંમર માત્ર ૨૪ વર્ષની છે. તેના પિતા કેસાભાઈ ઠાકોર વર્ષ 2014માં અવસાન પામ્યા હતા. પરિવારમાં હાલ માતા અને પાંચ ભાઈઓ, બે બહેનો છે. ગોપાલ સાતેય ભાઈ-બહેનમાં સૌથી નાનો છે. પરિવાર ખેતી સાથે સંકળાયેલો છે.

- text



● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text